હેલ્થ

આ રોગથી બાળકો પેદા કરવાની ક્ષમતા ગુમાવી રહ્યા છે લોકો, ભારતમાં દર વર્ષે 36 લાખ લોકોના થાય છે મોત

કોરોના સમયગાળમાં લોકો બીજી ઘણી બીમારીનો ભોગ બની રહ્યા છે. સાયલન્ટ કિલર તરીકે જાણીતા હાયપરટેન્શન(Hypertension) ન માત્ર ધીરે ધીરે લોકોનો જીવ લઈ રહ્યો છે પરંતુ તેઓ બાળકો પેદા કરવાની ક્ષમતામાં પણ ઘટાડો કરી રહ્યો છે. આ રિપોર્ટ ફેમિલી પ્લાનિંગ એસોસિએશન ઓફ ઇન્ડિયા (FPA India) દ્વારા આપવામાં આવી છે.

હાયપરટેન્શનનાં કોઈ લક્ષણો દેખાતા નથી
FPA India ના 72 વર્ષ પૂરા થવા પર સંસ્થા દ્વારા એક વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આરોગ્ય નિષ્ણાંતે જણાવ્યું હતું કે બાહ્યરૂપે હાયપરટેન્શનના કોઈ લક્ષણો દેખાતા નથી. આ રોગથી પીડિત વ્યક્તિ દૂરથી જોવામાં આવે ત્યારે સામાન્ય લાગે છે, પરંતુ અંદરથી તે ગૂંગળામણનો અનુભવ કરે છે. તે કોઈને પણ તેની નિરાશા જણાવી શકતો નથી અને ધીરે ધીરે આ રોગની દલદલમાં ફસાઈ જાય છે.

કોરોના સમયગાળામાં કેસમાં થયો વધારો
ફેમિલી પ્લાનિંગ સાથે જોડાયેલા નિષ્ણાતોએ વેબિનારમાં જણાવ્યું હતું કે કોરોના સમયગાળાના કારણે આ રોગના દર્દીઓમાં ભારે વધારો થયો છે. નોકરી ગુમાવવાનો ડર, બીમાર પડવાની ચિંતા અને પરિવારના ઉછેરમાં આવતી સમસ્યાઓએ લોકો પહેલા કરતાં વધુ ચિંતિત બન્યા છે. જેના કારણે તેઓ અનિચ્છનીય રીતે હાયપરટેન્શનનો ભોગ બની રહ્યા છે.

બાળકો પેદા કરવાની ક્ષમતા પર અસર:
એફપીએના અધ્યક્ષ ડો. રત્નામાલા દેસાઈએ જણાવ્યું કે, હાયપરટેન્શનના કેસો ઘટાડવા માટે સરકારે દેશમાં નિયમિત હેલ્થ ચેકઅપના આયોજનને પ્રોત્સાહન આપવું જોઈએ. આ કાર્યક્રમોમાં 35 થી 65 વર્ષની વયના પુરુષો અને સ્ત્રીઓને વિશેષ આમંત્રણ આપવું જોઈએ. હકિકતમાં આ ઉંમર બાળકો પેદા કરવાની હોય છે. જો આ વય જૂથના લોકો એકવાર હાયપરટેન્શનનો શિકાર બની ગયા અને તેમની સમયસર સારવાર કરવામાં ન આવે તો તેઓ સંતાન પેદા કરવાની ક્ષમતા ગુમાવી શકે છે.

હાયપરટેન્શનને સામાન્ય રીતે હાઈ બ્લડ પ્રેશર અથવા હાઈ બીપીની સમસ્યા કહેવામાં આવે છે. દેશની લગભગ 10 કરોડ 13 લાખની વસ્તી આ સમસ્યાનો સામનો કરી રહી છે. આ રોગ આકસ્મિક મૃત્યુનું મોટું કારણ છે. આંકડા બતાવે છે કે ભારતમાં લગભગ 30 ટકા પુખ્ત વયના લોકો હાયપરટેન્શનથી પીડિત છે અને તેમની સારવાર લઈ રહ્યા છે. તો બીજી તરફ આ સંખ્યા કરતા વધુ લોકોને તેમની સ્થિતિ વિશે ખબર પણ હોતી નથી.

36 લાખ લોકો એકલા ભારતમાં મોતને ભેટે છે
એક રિપોર્ટ અનુસાર, વિશ્વમાં CVD ના કારણે દર વર્ષે 1 કરોડ 70 લાખથી વધુ લોકો મૃત્યુ પામે છે. WHO નો અંદાજ છે કે આમાંથી લગભગ 20% મૃત્યુ એટલે કે 36 લાખ લોકો એકલા ભારતમાં મોતને ભેટે છે. આનું કારણ એ છે કે લોકોમાં હાયપરટેન્શન વિશે જાગૃતિ નથી. આને કારણે, આ રોગથી પીડિત લાખો લોકો ડિટેક્ટ થઈ શકતા નથી અને સમયસર તેમની સારવાર શરૂ કરી શકાતી નથી. જેના કારણે તેમના જીવન પર દરેક ક્ષણે મોતનું જોખમ વધતુ રહે છે.