Video: સિંહણને એકલી જોઈ ઝરખના ટોળાએ કર્યો હુમલો, પછી જંગલમાં થઈ જોયા જેવી

આજ કાલ જંગલમાં પ્રાણીઓના વીડિયો બહુ વાઈરલ થઈ રહ્યા છે. આમ પણ આવા વીડિયો લોકોને જોવા બહું ગમે છે. જંગલમાં મસ્તી કરતા પ્રાણીઓના વીડિયો જોઈને આપણું મન પ્રફુલિત થઈ જાય છે. જો કે કેટલાક વીડિયો એવા હોય છે જેને જોઈને આપણા શ્વાસ અદ્ધર ચડી જાય. જંગલમાં અવાર નવાર શિકારને લઈને એકબીજા પર હુમલા થતા રહે છે.

આમ તો જંગલમાં શિકારની દ્રષ્ટીએ સૌથી તાકાતવર જાનવર સિંહ કહેવાય છે. તેના સાથે બાથ ભીડવાની જંગલમાં કોઈ હિંમત કરતું નથી. સિંહણ શિકાર કરવા માટે પ્રખ્યાત છે. તે પળવારમાં કોઈને પણ મોતને ઘાટ ઉતારી શકે છે. પરંતુ જો કોઈ સિંહણ પર હુમલો કરે તો! આ વાત થોડી વિચિત્ર લાગે. કારણ કે સિંહણ પર હુમલો કરવો મતલબ મોતને નોતરું આપવા બરાબર છે. જો કે આ સમયે એક એવો વીડિયો વાઈરલ થયો છે જેમા સિંહણને પણ જીવ બચાવવા ભાગવું પડે છે.

વાઈરલ થયેલા આ વીડિયોમાં ઝરખના એક ઝુંડે સિંહણ પર હુમલો કર્યો. ત્યાર બાદ જંગલમાં જાણે હડકંપ મચી ગયો. જો કે પછી જે થયું તેનાથી ઝરખની સાત પેઢીમાં કોઈ સિંહણ પર હુમલો કરવાનું નહીં વિચારે. વાઈરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક સિંહણ પર મોટી સંખ્યામાં ઝરખ હુમલો કરી દેછે. વીડિયોમાં જોઈ શકાય છે કે બધા ઝરખના બચ્ચા છે. તેમણે ભલે એકલી સિંહણ પર હુમલો કરી દીધો પરંતુ તેમને જંગલના નિયમોની કદાચ ખબર નહીં હોય.

એક સાથે આટલા બધા ઝરખે હુમલો કરતા સિંહણની હાલત ખરાબ થઈ જાય છે. હકિકતમાં એક સાથે આટલા બધા ઝરખ હુમલો કરતા સિંહણ આમ તેમ ભાગવા લાગે છે. તે નિ:સહાય અનુભવવા લાગે છે અને પોતાનો જીવ બચાવવા દોડવા લાગે છે. જો કે ત્યારે જ કંઈક એવુ બને છે જેની ઝરખના બચ્ચાઓએ કલ્પના પણ નહીં કરી હોય. જેવો સિંહણ પર હુમલો થાય છે ત્યારે તેને બચાવવા સિંહનું ટોળુ આવી જાય છે.

 

View this post on Instagram

 

A post shared by Animal Coterie (@animalcoterie)

સિંહનું ટોળું આવતા જ ઝરખના ટોળામાં ખલબલી મચી જાય છે. એક પછી એક સિંહ ઝરખના બચ્ચાઓ પર તુટી પડે છે. ઝરખના બચ્ચા પોતાનો જીવ બચાવવા આમ તેમ ભાગવા લાગે છે. આ વીડિયોને animalcoterie નામના ટ્વિટર એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. વીડિયો શેર કરતી વખતે કેપ્શનમાં લખવામાં આવ્યું છે, શેરની કી શક્તિ. આ વીડિયો શૂટ કર્યા પહેલા જ સિંહના આ ટોળાએ ઝરખના એક બચ્ચાને મારી નાખ્યું હતું. હાલમા આ વીડિયો સોશિયલ મીડિયા પર ધુમ મચાવી રહ્યો છે.

YC