ખબર

Big Breaking News હૈદરાબાદ બળાત્કાર મર્ડર કેસ: ચારેય આરોપી પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર- જાણો વિગત

હૈદરાબાદ ગેંગરેપ મામલે ઘટનામાં અત્યારે એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. હૈદરાબાદ ગેંગરેપના ચારેય આરોપી પોલીસ એન્કાઉન્ટરમાં માર્યા ગયા છે. આ એન્કાઉન્ટર નેશનલ હાઇવે -44 નજીક થયો હતો. પોલીસ, આરોપીને એન.એચ.-44 પર ક્રાઈમ સીન રિક્રિએટ માટે લઈ ગઈ હતી. પોલીસના જણાવ્યા મુજબ ચારેય આરોપીઓએ સ્થળ પરથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો.

તમને જણાવી દઈએ કે 27-28 નવેમ્બરના રાત્રે આ ચારેય આરોપીઓએ હૈદરાબાદમાં મહિલા ડોક્ટર સાથે હેવાનિયતની તમામ હદ પાર કરી હતી અને પછી તેની ક્રૂર હત્યા કરી હતી. આ મામલાનો દેશભરમાં ઉગ્ર વિરોધ થતા પોલીસ હરકતમાં આવી અને ચારેય આરોપીઓને પકડી પાડ્યા હતા. પરંતુ હવે આ આરોપી પોલીસ એન્કાઉન્ટરમાં માર્યા ગયા છે.

હૈદરાબાદમાં 27 નવેમ્બરે ટુ-વ્હીલરનું ટાયર પંચર થતા ટોલ પ્લાઝા પાસે રાહ જોઈ રહેલી 26 વર્ષીય વેટરનરી ડોક્ટરની દુષ્કર્મ બાદ હત્યા કરી દીધી હતી. ડોક્ટરની સળગેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ મામલે પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. જેમના નામ મોહમ્મદ આરિફ, જોલૂ શિવા, જોલૂ નવીન અને ચિંતાકુંટા ચેન્નાકેશવુલુ હતું. આરિફની ઉમર 26 વર્ષ હતી, જ્યારે અન્ય આરોપીઓની ઉંમર 20 વર્ષ હતી. આ તમામ ટ્રક ડ્રાઈવર અને ક્લીનર હતા, જેમણે દારૂ પીધા બાદ 7 કલાક સુધી ડોક્ટર સાથે આ કૃત્ય આચર્યું હતું. ત્યારબાદ પીડિતને શાદનગરના બહારના વિસ્તારમાં સળગાવી દીધા હતા. ચારેય આરોપીઓને કોર્ટે 14 દિવસની કસ્ટડીમાં મોકલ્યા હતા.

ધુમ્મસનો ફાયદો ઉઠાવીને આરોપીઓએ ભાગી છૂટવાનો પ્રયાસ કર્યો તો તરત જ પોલીસે ફાયરિંગ કર્યું. ચારેય આરોપીઓના પોલીસ ફાયરિંગમાં મોત થયા હતા. નેશનલ હાઈવે 44 પાસે ચારેય આરોપીઓનું એન્કાઉન્ટર થયું.

પીડિતાને બળજબરીપૂર્વક દારૂ પીવડાવ્યો

એક રિપોર્ટ પ્રમાણે મુખ્ય આરોપી મોહમ્મદ પાશાએ જણાવ્યું કે, બળાત્કાર પછી મહિલા ભાગી ના જાય તે માટે તેમણે મહિલાનાં હાથ પગ બાંધી દીધા હતા. મુખ્ય આરોપી પાશાનાં જણાવ્યા પ્રમાણે ચારેય જણાએ રેપ બાદ પીડિતાને બળજબરીપૂર્વક દારૂ પીવરાવ્યો, પછી તે બેભાન થઈ ગઈ અને તેને ગાડીમાં નાખીને પુલની નીચે લઇ ગયા, ત્યારબાદ પુલની નીચે જ પેટ્રોલ નાખીને પીડિતાને સળગાવી દીધી હતી.

આરોપીઓ મોડા સુધી મહિલાને સળગતી જોઇ રહ્યા

આરોપીએ જણાવ્યું કે, તેમને લાગ્યું હતુ કે મહિલા મરી ચુકી છે, પરંતુ જ્યારે તેમણે આગ લગાવી તો તે ચીસો પાડવા લાગી. આરોપી પાશાએ કહ્યું કે તે લોકો મોડા સુધી મહિલાને સળગતી જોઇ રહ્યા હતા. તેમને લાગ્યું કે પોલીસની પકડમાં હાથમાં આવી જઈશું માટે પીડિતાને સળગાવી દીધી. ઉલ્લેખનીય છે કે હૈદરાબાદનાં સાઇબરાબાદ ટોલ પ્લાઝાની પાસે એક મહિલાની અડધી સળગેલી લાશ મળી આવી હતી.

ડોક્ટર મહિલાની સ્કૂટી પંક્ચર કરી, મદદની લાલચ આપી બન્યા હૈવાન

મહિલાની ઓળખ એક વેટનરી ડૉક્ટર તરીકે થઈ હતી. પોલીસનાં જણાવ્યા પ્રમાણે મહિલાની ગેંગરેપ બાદ મર્ડર કરવામાં આવ્યું, પછી લાશને પેટ્રોલ છાંટીને સળગાવી દેવામાં આવી અને ફ્લાઇઑવર નીચે ફેંકી દીધી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપીઓએ ઘટનાને અંજામ આપવા માટે મહિલાની સ્કૂટી પંક્ચર કરી હતી, જેથી તેઓ મહિલા ડૉક્ટરને પોતાની જાળમાં ફસાવીને ઘટનાને અંજામ આપી શકે.

આ કારણોના લીધે બળાત્કારીઓને ડર નથી લાગતો સજાનો, બસ હવે બહુ થયું, વાંચીને તમે પણ કહેજો, શું કરવું જોઈએ?

થોડા દિવસથી આપણો દેશ ન્યાયનો વાટકો પકડી અને સરકાર સામે આરોપીઓને મૃત્યુ દંડની સજા થાય એ માટે ભીખ માંગી રહ્યો છે. આવું જ કંઈક આપણે જૂના વર્ષોમાં પણ જોતા આવ્યા છે અને હજુ આગામી વર્ષોમાં જોઈશું તો પણ એમાં નવાઈ નથી.

Image Source

મનમાં પ્રશ્ન પણ થાય કે આવી ઘટના બાદ જ દેશ જાગે છે અને પછી ટોળે વળીને ન્યાયની ભીખ માંગે છે. બાકીના દિવસ તો પોતાના કામમાં અને પરિવાર સાથે જ વિતાવવાના, રસ્તે જતી કોઈ સ્ત્રીને જોઈને મિત્રો સાથે મળી કોમેન્ટ પાસ કરવી, ઓફિસમાં કે પોતાના વિસ્તારની સ્ત્રીના કેરેક્ટર ઉપર આંગળીઓ ઉઠાવવી, પોતાની પત્ની ઉપર વગર વાંકે પણ અત્યાચાર કરવો એજ મોટાભાગના પુરુષોની આદત હોય છે. ખરું ને? હા, પણ માનવા કોઈ તૈયાર નહિ થાય, કારણે કે મનમાં એમ જ થાય કે: “ભલે હું ગમે તેવો હોઈશ, હું નિર્ભયા સમયે પણ આંદોલનમાં જોડાયો હતો, આસીફાના સમયે પણ મેં કેન્ડલમાર્ચમા ભાગ લીધો હતો અને આજે પ્રિયંકા માટે પણ પોસ્ટર લઈને રોડ ઉપર ઉતર્યો છું.” શાબાશ…!!

Image Source

ચાલો જવા દો એ વાત! એ તો જેવી જેની માસિકતા. પણ હરહંમેશ મનમાં પ્રશ્ન થાય કે કેમ બળાત્કાર જેવી ઘટનાઓ અવાર-નવાર થતી રહી છે? કેવી રીતે લોકોની હિંમત ચાલે છે આવું દુષ્કૃત્ય કરવા માટેની, શું એમને સજાનો ડર નહિ લાગતો હોય? શું તેમને એમ નહિ થતું હોય કે મારા ઘરે પણ એક બહેન, દીકરી, મા છે.. તો હું જે બીજાની બહેન દીકરી સાથે કરી રહ્યો છું તે મારી બહેન, દીકરી, મા સાથે પણ થઇ શકે છે?

Image Source

આ બધા પ્રશ્નોનો એક જ જવાબ મળે છે કે જો તેને આવો કોઈ ડર હોતો તે આવું દુષ્કૃત્ય કરતા પહેલા જ હજાર વાર વિચાર કરતો. ના તેને કાયદાનો ડર છે! ના સજાનો! કે ના આબરૂનો! બસ તેની અંદર જાગેલી વાસનાની આગ એટલી તીવ્ર હોય છે કે તે વ્યક્તિને સાવ આંધળો જ બનાવી દે છે અને આ આગમાં હોમાઈ જાય છે એક નિર્દોષ દીકરી, એક બહેન, એક સ્ત્રી, એક કુમળું ફૂલ.

Image Source

શા કારણે તેમને ડર નથી લાગતો? આ વાતને દિમાગ ઉપર બરાબર વિચારતા મને નિર્ભયા યાદ આવી. નિર્ભયા સમયે પણ આવું જ કંઈક જોવા મળ્યું હતું. દેશવાસીઓ ન્યાયની માંગણી કરતા રહ્યા, આરોપીઓ પકડાયા પણ ખરા.. પણ પછી? પછી શું થયું? એક આરોપીએ તો જેલમાં આત્મહત્યા કરી લીધી, એક નાબાલિક હોવાના કારણે છૂટી ગયો અને બીજા હજુ જેલની અંદર આરામ ફરમાવી રહ્યા છે. શું એ લોકો જેલમાં છે એટલે ન્યાય મળી ગયો? અપરાધો રોકાયા? ના.. હજુ પણ એજ દશા છે. હજુ પણ હેવાનો એમ જ ફરી રહ્યા છે. એ પછી પણ 8 વર્ષની આસિફ ભોગ બની અને હવે પ્રિયંકા. આ તો બસ જાહેર થયેલા મોટા નામો છે. આ સિવાય દેશની કેટલી દીકરીઓ આવી વાસનાના ભૂખ્યા વરૂઓનો શિકાર બનતી હશે? જેના આંકડા પણ સામે નથી આવતા.

Image Source

આ બધું જોતા આપણી ન્યાય પાલિકા ઉપર પણ ભારોભાર ગુસ્સો આવે. કારણ કે આપણી ન્યાય પાલિકામાં એક નિયમ છે. “ભલે સો આરોપીઓ છૂટી જાય, પરંતુ એક નિર્દોષને સજા ના થવી જોઈએ” બસ આ વાતનો ફાયદો ઉઠાવી લોકો આવા કામ કરતા હજુ પણ ડરતા નથી, તેમને તો એમ જ છે કે આ દેશમાં ક્યાં ફાંસી મળવાની છે? જેલમાં પણ આલીશાન જીવન જીવવા મળી જ જવાનું છે ને? થોડા વર્ષો બાદ મોટી રકમ આપી અને જામીન ઉપર છૂટી પણ શકાશે, વાર તહેવારે પેરોલ ઉપર બહાર પણ નીકળી શકાય છે, તો પછી શાનો ડર? કોનો ડર?

Image Source

ભ્રષ્ટાચાર પણ આપણા દેશમાં એટલી હદ સુધી વધી ગયો છે કે મોટામોટા અધિકારીઓ પણ તોડપાણિમાં માનતા થઇ ગયા છે. તેમના માટે દેશની દીકરીની આબરૂ કોઈ મહત્વની નથી, તેમને તો બસ પૈસાની ભૂખ છે અને એટલે જ બળાત્કાર કરનારા નરાધમો પૈસાના જોર ઉપર પણ પોતાની વાસનાની ભૂખ સંતોષતા રહે છે.

Image Source

આવા કિસ્સાઓને રોકવા માટે ન્યાયતંત્રે એ સજાગ થવું પડશે, લોકોએ જાગૃત થવું પડશે ત્યારે જ આવા લોકોને સજા મળશે. નહિ તો પ્રિયંકાના સાથે દુષ્કર્મ કરનાર આરોપીઓ સામે આજે આપણે જે સજા માંગી રહ્યા છીએ એવી સજાની માંગણી આપણા કોઈ અંગત માટે પણ માગીશું એવા દિવસો પણ દૂર નથી.

Image Source

ક્યાંકને ક્યાંક દીકરીઓને સંસ્કાર આપવાની હોડમાં આ દેશ દીકરાઓને સંસ્કાર આપવાનું જ ભૂલી ગયો છે જેના કારણે જ આવી ઘટનાઓ અવાર નવાર બનતી રહે છે.

Image Source

આ દેશની ન્યાય વ્યવસ્થા જ્યાં સુધી નહિ બદલાય, જ્યાં સુધી આરોપ સાબિત થવાની સાથે જ આરોપીઓને ફાંસીના માંચડે લટકાવી દેવામાં નહિ આવે, જ્યાં સુધી બીજી કોઈ એવી સજાનું પ્રાવધાન કરવામાં નહીં આવે જેનાથી આવું કરનારા થરથર કાપે, ત્યાં સુધી આવી ઘટનાઓને કોઈ રોકી નહીં શકે. એ વાત સત્ય છે અને આપણે સ્વીકારવી જ પડશે.

Image Source

ટોચ ઉપર બેઠેલા લોકો પણ જાણે છે કે આ આગ થોડા દિવસ ઝળહળશે અને પછી નિર્ભયાની જેમ, આસીફાની જેમ, પ્રિયંકા પણ ક્યાંય ઇતિહાસના પાનામાં ખોવાઈ જવાની છે. તેના કારણે જ એમના પેટનું પાણી પણ હાલતું નથી. પરંતુ આ દેશ જો આઘટના બાદ એક થઈને જાગશે, ન્યાય માટે નહિ પણ બળાત્કારીઓને આરોપ સાબિત થતા જ તાત્કાલિક સજા થાય એવી માંગણી માટે જાગશે ત્યારે જ આ દેશમાં આવા અપરાધો ઓછા થશે. નહિ તો આ આગ આજે પ્રિયંકાના ઘરે લાગી, કાલે આપણા ઘરે પણ લાગી શકે છે..!!