ઓસ્ટ્રેલિયામાં પત્નીને દર્દનાક મોત આપી હૈદરાબાદ પરત ફર્યો આરોપી પતિ, 3 વર્ષના દીકરાને સાસુ-સસરાને સોંપ્યો અને પછી કહ્યુ- નથી રહી તમારી દીકરી, તમારો પૌત્રને રાખો…

ઓસ્ટ્રેલિયામાં પત્નીની હત્યા કરી ભારત આવ્યો આરોપી પતિ, કચરાપેટીમાં નાખી લાશ, સસરાને કહ્યુ- તમારા પૌત્રને રાખો, જાણો સમગ્ર મામલો

હૈદરાબાદમાં ITની જોબ, પતિ-પત્ની અને 4 વર્ષનો પુત્ર. ઓસ્ટ્રેલિયામાં રહેતા આ પરિવાર પાસે બધું જ હતું, પંરતુ શાંતિ નહોતી. રોજ ઝઘડા થતા હતા અને એક દિવસ ઝઘડો એટલો વધી ગયો કે પતિએ પત્નીની હત્યા કરી દીધી અને મૃતદેહ ડસ્ટબીનમાં નાખી ભારત પરત આવી ગયો. હૈદરાબાદના એક વ્યક્તિએ ઓસ્ટ્રેલિયામાં તેની 36 વર્ષીય પત્નીની હત્યા કરી હતી અને ત્યાંથી ભારત પરત ફર્યો. આ પછી આરોપી પતિએ પોતાના પુત્રને પત્નીના માતા-પિતાને સોંપી દીધો.

અહેવાલો અનુસાર, મૃતક ચૈતન્ય મધાગનીનો મૃતદેહ શનિવારે બકલેમાં એક રોડના કિનારે એક વ્હીલી બિનમાં એટલે કે કચરાપેટીમાંથી મળી આવ્યો હતો. ઓસ્ટ્રેલિયામાં મૃતક ચૈતન્ય તેના પતિ અને પુત્ર સાથે રહેતી હતી. કર્મચારી બાલિસેટ્ટી ગૌડ તેમની પત્ની માધવી સાથે હૈદરાબાદની કપરા વૃંદાવન કોલોનીમાં રહે છે. તેમની મોટી પુત્રી શ્વેતા (36) એમ.ફાર્મસીનો અભ્યાસ કરવા ઓસ્ટ્રેલિયા ગઈ હતી. તેણે પહેલા જ તેના વિસ્તારના અશોક નગરના અશોક રાજ (40) સાથે વાતચીત શરૂ કરી દીધી હતી.

અશોક ઓસ્ટ્રેલિયામાં સોફ્ટવેર એન્જિનિયર હતો. બંને અલગ-અલગ જ્ઞાતિના છે, પરંતુ મિત્રતા પ્રેમ પ્રકરણમાં બદલાયા બાદ બંનેએ 2012માં હૈદરાબાદમાં લગ્ન કર્યા હતા. આ કપલ ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયા રાજ્યના પોઈન્ટ કુકમાં સ્થાયી થયા હતા. આ લગ્નથી તેમને 4 વર્ષનો પુત્ર પણ છે. જો કે, પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો. શ્વેતાએ તેના માતા-પિતા સાથે છેલ્લે 5 માર્ચે ઓનલાઈન વાત કરી હતી.

ત્યારબાદ તેણે તેના માતા-પિતાને જણાવ્યું કે તે અને તેના પતિ વચ્ચે અવારનવાર ઝઘડા થતા રહે ઠે અને તેના વિરૂદ્ધ તે પોલીસમાં ફરિયાદ પણ કરવા માગે છે. 5 માર્ચે રાત્રે દંપતી વચ્ચે ઝઘડો થયો અને અશોક રાજ પોતાના ગુસ્સાને કાબૂમાં ન રાખી શક્યો અને તેણે શ્વેતાનું ગળુ દબાવી તેની હત્યા કરી દીધી. આ પછી અશોકે પત્નીના મૃતદેહને એક મોટા ડસ્ટબિનમાં ભરીને 82 કિમી દૂર કારમાં લઇ જઇ બકલેમાં માઉન્ટ પોલક રોડ પર ડસ્ટબિનમા મૃતદેહ ફેંકી દીધો.

9 માર્ચે સવારે અશોક રાજ તેના પુત્ર આર્ય સાથે ઓસ્ટ્રેલિયાથી તેના સસરાના ઘરે પહોંચ્યો અને તેણે તેના સાસરિયાને જાણ કરી કે તેના અને તેમની દીકરી વચ્ચે ઝઘડો થતા તેણે શ્વેતાનું ગળું દબાવી દીધું, જેના કારણે તેનું અકસ્માતે મોત થયું. મૃતકના પિતા કોઈક રીતે તેમની પુત્રીના મૃતદેહને ભારત લાવવા માંગે છે.

Shah Jina