ખબર

એક નાબાલિગે ફૂટપાથ પર ચઢાવી દીધી તેજ રફતાર એસયુવી, 4ના મોત, આરોપી ધોરણ 9નો વિદ્યાર્થી

ગુજરાત સહિત દેશભરમાંથી છેલ્લા ઘણા સમયથી અકસ્માતના અનેક કિસ્સા સામે આવ્યા છે અને તેમાં ઘણા લોકોએ જીવ પણ ગુમાવ્યો છે. હાલ એક અકસ્માતના સમાચાર સામે આવ્યા છે જેમાં ફૂટપાથ પર બેસેલા કેટલાક મજૂરોને તેજ રફતાર કારે ટક્કર મારી હતી અને જેના કારણે 4ના મોત પણ થયા હતા. ઉલ્લેખનીય છે કે, રીપોર્ટ અનુસાર આ કાર એક સગીર ચલાવી રહ્યો હતો અને તે ધોરણ 9નો વિદ્યાર્થી હતો. 30 જાન્યુઆરી એટલે કે ગઇકાલના રોજ તેલંગાણાના કરીમનગરમાં રવિવારે સવારે ફૂટપાથ પર બેઠેલા કેટલાક મજૂરોને એક તેજ રફતાર એસયુવી કારે ટક્કર મારતાં એક છોકરી સહિત ચાર મહિલાઓના મોત નિપજ્યા હતા.

કાર કથિત રીતે એક સગીર ચલાવી રહ્યો હતો. પોલીસે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે આ ઘટના સવારે લગભગ 6.50 વાગ્યે બની હતી. આ વિસ્તારમાં કાર ચલાવતી વખતે કિશોરે ગાઢ ધુમ્મસને કારણે આંખો ચોળતી વખતે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી અને ફૂટપાથ પર બેઠેલા લોકો સાથે અથડાઈ હતી.

પોલિસ અનુસાર, કરીમનગર-હૈદરાબાદ હાઈવે પર ફૂટપાથ પર બેસેલા મજૂરોને ટક્કર મારીને SUVમાં સવાર ચાર લોકો કથિત રીતે નાસી છૂટ્યા હતા. રવિવારે સવારે રોજમદાર મજૂરો કામની રાહ જોઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસના અનુસાર ઝડપભેર ચાલતી કાર રસ્તાની બાજુમાં ઘૂસી ગઈ હતી અને પછી પોલ સાથે અથડાતા પહેલા ફૂટપાથ પર કામદારોના જૂથ સાથે અથડાઈ હતી. એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય છ લોકો ઘાયલ થયા હતા. તેઓને સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ત્રણના મોત થયા હતા.

પ્રત્યક્ષદર્શીઓએ પોલીસને જણાવ્યું કે કારમાં સવાર કોઈને ઈજા થઈ ન હતી અને તેઓ તમામ વાહનને નુકસાન પહોંચાડીને ભાગી ગયા હતા. પોલીસે કેસ નોંધી કારના માલિકની ઓળખ કરી લીધી છે. પીડિત પરિવારો અને વિરોધ પક્ષોના નેતાઓએ નગરમાં ધરણા કર્યા, અસરગ્રસ્ત પરિવારોને ન્યાયની માંગ કરી. ઉલ્લેખનીય છે કે, બ્રેકને બદલે તેણે એક્સિલરેટર દબાવ્યું હતું અને ચારેને ટક્કર મારી હતી. કિશોર નવમા ધોરણનો વિદ્યાર્થી છે અને જ્યારે ઘટના બની ત્યારે કારમાં તેના બે સગીર મિત્રો હતા. ઘટના બાદ ત્રણેય સગીર કાર છોડીને સ્થળ પરથી ભાગી ગયા હતા.