ભણવામાં ખુબ હોશિયાર છોકરી અમેરિકા ભણવા ગઈ, છોકરીનો કારનો અકસ્માત થતાં તે કોમામાં સરી પડી હતી, હવે અપડેટ આવી કે….

ગુજરાત સહિત દેશ વિદેશમાંથી ઘણીવાર અકસ્માતની ખબર સામે આવતી રહે છે. કેટલીકવાર ભારતીયોનો વિદેશમાં અકસ્માત થવાની કે હત્યા થવાની ઘણી ઘટના સામે આવે છે. ત્યારે હાલમાં જ એક અકસ્માતની ખબર સામે આવી, જેાં ભારતની એક વિદ્યાર્થિનીનો અમેરિકામાં અકસ્માત થતાં તે હાલમાં જીવન અને મૃત્યુ સામે જંગ લડી રહી છે. હૈદરાબાદની શ્રી લિકિતા પિન્નમ ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા ગઈ હતી અને તે કેન્સાસમાં આવેલી વિચિતા સ્ટેટ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે.

Image source

હાલમાં તેનો માર્ગ અકસ્માત થયો હતો, જેને કારણે તેને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેની હાલમાં સારવાર ચાલી રહી છે અને તેના ભાઇએ જણાવ્યુ હતુ કે, લિકિતા હાલમાં વેન્ટિલેટર પર છે અને તેની હાલત અત્યંત નાજુક છે. 30 જાન્યુઆરીએ લિકિતા તેના મિત્રો સાથે અર્કાન્સાસ જઈ રહી હતી ત્યારે જ ખરાબ હવામાનના કારણે તેની કાર બે વખત પલટી ખાઇ ગઇ અને આ અકસ્માતમાં તેને માથામાં ગંભીર ઈજા પહોંચતા તે કોમામાં જતી રહી હતી.

Image source

આ બાબતે ડોક્ટરોનું કહેવું છે લિકિતાને સાજા થવામાં મહિનાઓ કે વર્ષો લાગી શકે છે. ડોક્ટરો પણ એ નથી કહી શકતા કે લિકિતા ક્યારે સાજી થશે. જો કે, લિકિતાના ભાઇએ જણાવ્યુ હતુ કે, બહેનની સારવાર ઘણી જ મોંઘી છે અને સારવાર માટે રૂપિયા એકઠા કરવા માટે GoFundMe પર લોકોને અપીલ પણ કરવામાં આવી છે. સારવાર માટે 1,50,000 ડોલરની જરૂર હતી અને લોકો તરફથી આ બાબતે સારો પ્રતિસાદ પણ જોવા મળ્યો.

પ્રતિકાત્મક તસવીર

અત્યાર સુધી કુલ 3,000થી વધુ લોકોએ સારવાર માટે યોગદાન આપ્યું અને 1,00,000 ડોલર જેટલી રકમ એકઠી થઈ ગઈ. આ ઉપરાંત યુનિવર્સિટીમાં ઈન્ડિયન સ્ટુડન્ટ્સ એસોસિયેશને પણ લોકોને યોગદાન આપવા અપીલ કરી છે. જણાવી દઇએ કે, લિકિતાએ હૈદરાબાદમાં એન્જિનિયરિંગ કર્યું હતું અને કોમ્પ્યુટર સાયન્સના અભ્યાસ માટે તે અમેરિકા ગઈ હતી.

Shah Jina