ખબર

હૈદરાબાદ એન્કાઉન્ટરથી આખો દેશ ખુશખુશાલ, અબીલ, ગુલાલ ફૂલોથી પોલીસનું થયું ભવ્ય સ્વાગત, તમે પણ જુઓ વિડિઓ

આજે સવારે જ ડૉ. પ્રિયંકા રેડ્ડી સાથે દુસ્કર્મ આચરી તેને સળગાવી દેવાના કેસમાં પકડાયેલા આરોપીઓને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર માર્યા હતા જે સમાચારથી આખો દેશ ખુશખુશાલ જોવા મળી રહ્યો છે. સમગ્ર દેશમાં પોલીસની આ કામગીરીની બિરદાવવામાં આવી રહી છે ત્યારે હૈદરાબાદમાં લોકો ઘટના સ્થળ ઉપર પહોંચીને પોલીસનું ફૂલોથી ભવ્ય સ્વાગત કર્યું હતું.

આ એન્કાઉન્ટર  કરવામાં આવ્યું હતું જ્યાં ડોક્ટર પ્રિયંકા રેડ્ડીને સળગાવી દેવામાં આવી હતી. એન્કાઉન્ટરની જાણ થતા જ મોટા પ્રમાણમાં લોકો આ સ્થળે પહોંચ્યા હતા અને ત્યારબાદ પોલીસની કામગીરીની પ્રસંશા કરતા અબીલ ગુલાલ અને ફૂલો દ્વારા તેમની કામગીરીને વધાવી હતી.

મોટા પ્રમાણમાં લોકોએ જમા થઇ પોલીસની કામગીરી બિરદાવતા “ડીસીપી જિંદાબાદ” “એસીપી જિંદાબાદ” જેવા સ્ત્રોચ્ચાર પણ કર્યા હતા જેનો વિડિઓ પણ સોશિયલ મીડિયામાં લોકો જોઈને ઉત્સાહિત થઇ રહ્યા છે.

ઘટના સ્થળે તપાસ માટે મોટા પોલીસ અધિકારીઓનો કાફલો આવી પહોંચ્યો હતો ત્યાં માનવ મહેરામણ પણ મોટા પ્રમાણમાં જોવા મળી હતી. લોકોએ આ આખી ઘટના બાદ પોલીસની આ કામગીરીને ફટાકડા ફોડીને પણ બિરદાવી હતી.

એન્કાઉન્ટર બાદ એકત્ર થયેલો ભીડ દ્વારા પોલીસ કર્મીઓને ઉંચકીને તેમની કામગીરીની પ્રસંશા કરતા સૂત્રોચ્ચાર કાર્ય હતા.

આ એન્કાઉન્ટરની ખુશી વ્યક્ત કરતા પીડિતાના પાડોશીઓએ પોલીસ કર્મીઓને મીઠાઈ ખવડાવીને પણ તેમના કામને વખાણ્યું હતું.

પોલીસની આ પ્રસંશા જનક કામગીરી માટે પ્રિયંકાના પાડોશીઓએ પોલીસ કર્મીઓને રાખડી બાંધીને તેમના આ કાર્યને બિરદાવ્યું હતું.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.