વિરાટ અનુષ્કાની ૯ મહિનાની દીકરીને રેપની ધમકી આપનારો નરાધમ ઝડપાયો- નામ જાણીને ચોંકી જશો

T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામેની ટીમની હાર બાદ ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્માની દીકરી વામિકાને ઓનલાઈન રેપની ધમકીના મામલામાં મુંબઈ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે ધમકી આપવા બદલ હૈદરાબાદમાંથી એક વ્યક્તિની ધરપકડ કરી છે. પોલીસ આરોપીને ત્યાંથી મુંબઈ લાવી રહી છે.

આ ધમકીવાળા કેસમાં મુંબઈ પોલીસના સાયબર સેલે આખરે આરોપીને શોધી કાઢ્યો છે. દુષ્કર્મની ધમકી આપનાર આરોપીની ઓળખ 23 વર્ષના રામનાગેશ શ્રીનિવાસ અબગુથબિની તરીકે થઈ ગઈ છે. મુંબઈની પોલીસના સાયબર સેલ ટિમ દ્વારા આરોપીની ઉપાડી લેવામાં આવ્યો છે. આ શખ્સ આઈઆઈટી પાસઆઉટ છે અને સોફ્ટવેર એન્જિનિયર છે.

મીડિયા રીપોર્ટ્સ અનુસાર આરોપીની ઓળખ રામનાગેશ શ્રીનિવાસ અકુબાથિની તરીકે થઈ છે. જેની ઉંમર 23 વર્ષ છે. આરોપીની હૈદરાબાદથી ધરપકડ કરવામાં આવી છે. તે ત્યાંનો રહેવાસી છે. તે અગાઉ ફૂડ ડિલિવરી એપ્સ માટે સોફ્ટવેર ડેવલપર તરીકે કામ કરતો હતો. આરોપી સોફ્ટવેર એન્જિનિયર છે. તેણે આઈઆઈટી હૈદરાબાદમાંથી બીટેક કર્યું છે.

મીડિયા અહેવાલો અનુસાર મુંબઈ પોલીસ આરોપીને ઉપાડી લીધા બાદ મુંબઈ લઈને આવી રહી છે. IITમાંથી બેચલર ઓફ ટેક્નોલોજી એન્જીન્યરીંગ કરનારો આ શખ્સ હૈદરાબાદમાંથી ઝડપાયો છે. હેવાનિયતની હદ પાર કરતા આ કિસ્સામાં અગાઉ દિલ્હી મહિલા આયોગે પોલીસને નોટિસ ફટકારી હતી અને કાર્યવાહી કરવા માટે જણાવ્યું હતું.

તમને જણાવી દઈએ આ ધમકી વાળા કેસમાં દિલ્હી મહિલા આયોગ (DCW Notice on Vamika) હરકતમાં આવ્યું છે અને દુષ્કર્મની ધમકીના મામલે પોલીસને નોટિસ જાહેર કરી હતી. તેમને પોલીસને નોટિસ આપી અને આ મામમલે કાર્યવાહી કરવા માટે અપીલ કરી હતી. મહિલા આયોગની ચેરપર્સન સ્વાતિ માલિવાલે ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી હતી.

તમને જણાવી દઈએ કે ટી20 વર્લ્ડ કપમાં ભારતને સતત બે હારનો સામનો કરવો પડ્યો છે. પહેલા પાકિસ્તાન અને પછી ન્યુઝીલેન્ડે ટીમ ઈન્ડિયાને હરાવ્યું. ટીમ ઈન્ડિયા પ્રત્યે ચાહકોની નારાજગી એટલી બધી હતી કે કેટલાક લોકોએ તો તમામ હદો વટાવી દીધી હતી. સોશિયલ મીડિયા પર કેપ્ટન વિરાટ કોહલી અને તેની દીકરી વામિકા તેમજ પરિવારને ધમકીઓ આપવામાં આવી રહી હતી અને અપશબ્દોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો.

દિલ્હી મહિલા આયોગે કોહલીની દીકરીને ટ્વિટર પર બળાત્કારની ધમકીઓ મળવાની નોંધ લીધી હતી. દિલ્હી મહિલા આયોગ દ્વારા પોલીસને નોટિસ મોકલવામાં આવી છે. દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે આ ઘટનાને ખૂબ જ શરમજનક ગણાવી છે. પોલીસને નોટિસ આપતા સ્વાતિ માલીવાલે આરોપીઓની વહેલી તકે ધરપકડ કરવાની માંગ કરી છે. ભારતીય ટીમને વર્લ્ડ કપની પહેલી જ મેચમાં પાકિસ્તાન સામે 10 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. વર્લ્ડ કપના ઈતિહાસમાં પહેલીવાર ભારતીય ટીમને પાકિસ્તાન સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

ત્યારપછી ઘણા ભારતીય ક્રિકેટરોએ અત્યાચારનો સામનો કરવો પડ્યો હતો. ખાસ કરીને ઝડપી બોલર મોહમ્મદ શમીને તેના ધર્મના આધારે નિશાન બનાવવામાં આવ્યો હતો. આ પછી ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ શમીનો બચાવ કર્યો હતો અને ધર્મના આધારે ભારતીય ક્રિકેટરને ટાર્ગેટ કરનારાઓ પર કટાક્ષ કર્યો હતો. ત્યારપછી બીજી જ મેચમાં ટીમને ન્યુઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો અને ત્યારબાદ કોહલીની પુત્રીને લઈને સોશિયલ મીડિયા પર આવી ધમકીઓ આપવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે ક્રિકેટર વિરાટ કોહલી અને બૉલીવુડ હિરોઈન અનુષ્કા શર્માની દીકરી નવ મહિનાની છે. ઇન્ટરનેટ તથા પબ્લિક પ્લેસ પર હજુ સુધી ક્રિકેટર વિરાટ કોહલીએ દીકરીનો ભેટો કરાવ્યો નથી. હાલમાં કોઈ પણ નોર્મલ પબ્લિકે દીકરીનો ફેસ નથી જોયો.પતિ-પત્નીએ તેની તસવીરો પણ જાહેર નથી કરી. આવામાં આ પ્રકારની ધમકીઓ સામે આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે વર્લ્ડકપમાં થયેલી ગંદી હાર પછી ટ્રોલર્સે મોહમ્મદ શામીને પણ ખૂબ ખરી ખોટી સંભળાવી હતી. વાત ત્યાં સુધી પહોંચી ગઈ હતી કે ખુદ BCCIઅને કેપ્ટન વિરાટે શામીના સમર્થનમાં ઉતરવું પડ્યું હતું. હવે વિરાટ કોહલીની દીકરીને નિશાન બનાવી અને કેટલાક તત્વો વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરી રહ્યા છે.

Shah Jina