ખબર

BREAKING: 6 વર્ષની બાળકી સાથે બળાત્કાર કરનાર નરાધમે કર્યો આપઘાત, માથા ઉપર હતું 10 લાખ રૂપિયાનું ઇનામ

દેશભરમાંથી મહિલાઓ સાથે છેડછાડ અને બળાત્કાર જેવી ઘટનાઓ સતત સામે આવતી રહે છે. ત્યારે હૈદરાબાદમાં 6 વર્ષની બાળકી સાથે બળાત્કાર અને હત્યાના આરોપીએ કથિત રીતે આપઘાત કરી લીધો છે. તેનું શબ રેલવે ટ્રેક ઉપર મળ્યું હતું. ચાર દિવસ પહેલા 6 વર્ષની બાળકી સાથે થયેલા રેપ અને હત્યાના કારણે તેલંગાણામાં સતત વિરોધ પ્રદર્શન થઇ રહ્યા હતા. પોલીસ દ્વારા ફરાર આરોપીના માથા ઉપર 10 લાખનું ઇનામ પણ જાહેર કર્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર નવ સપ્ટેમ્બરની સાંજે અહીંયાના સંદાબાદમાં એક વ્યક્તિએ છ વર્ષની બાળકી સાથે કથિત રીતે બળાત્કાર કરી અને તેની હત્યા કરી નાખી હતી, આ ઘટનાને લઈને વિપક્ષી દળ બીજેપી, કોંગ્રેસ અને અન્ય દળ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા હતા. ઘટના બાદ વિસ્તારના રહેવાસીઓ દ્વારા પણ મોટી સંખ્યામાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા.

તો આ મામલામાં તેલંગાણા સરકારના લેવાર મંત્રી મલ્લા રેડ્ડી દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે, “હૈદરાબાદની બાળકીની હત્યા કરવા વાળા વ્યક્તિને કડક સજા મળવી જોઈએ. અમે તેની જલ્દી જ ધરપકડ કરી લઈશું અને તેનું એન્કાઉન્ટર કરી દઈશું.” સાથે જ મંત્રીએ પીડિતના પરિવારને સહાયતા આપવાનો પણ ભરોસો અપાવ્યો હતો.

હૈદરાબાદના જિલ્લા અધિકારી એલ શરમન દ્વારા પીડિતાના પરિવારને સરકારી ગરીબો માટે બે રૂમ વાળી આવાસ યોજના અંતર્ગત મકાન અને પીડિતના માતા પિતાના અન્ય બાળકોને શિક્ષાની સુવિધા આપવાની પણ જાહેરાત કરી હતી.


હૈદરાબાદ પોલીસ આયુક્ત અંજની કુમારે ફરાર આરોપીની ધરપકડ કરવા માટે સૂચના અને સુરાગ આપવા વાળાને 10 લાખ રૂપિયા ઇનામ આપવાની પણ જાહેરાત કરી હતી. તેના પહેલા પોલીસે જણાવ્યું હતું કે આરોપીની ઉંમર 30 વર્ષ છે અને તે એક દારૂડિયો છે અને ફૂટપાથ અને બસ સ્ટેન્ડ ઉપર સુઈ જાય છે.