હેવાનિયતની બધી જ હદ પાર: નાગરાજુને સૈયદ સુલ્તાના સાથે લગ્ન કરવા ભારે પડી ગયા, પત્ની સુલ્તાના હાથ જોડી જીવની ભીખ માંગતી રહી અને તે પતિને ખુલ્લેઆમ સળિયાથી માર મારી છરી ઘોંસી રહેંસી નાખ્યો

નાગરાજુને સૈયદ સુલ્તાના સાથે લગ્ન કરવા ભારે પડી ગયા, પત્ની હાથ જોડી જીવની ભીખ માંગતી રહી અને તે પતિને ખુલ્લેઆમ સળિયાથી માર મારી છરી ઘોંસી રહેંસી નાખ્યો

હૈદરાબાદમાં બનેલી હોરર કિલિંગના પડઘા હજી પણ ગુંજી રહ્યા છે. ત્યારે આ ઘટનાને લઇને હાહાકાર પણ મચી ગયો છે. સુખી લગ્નજીવન જીવતુ નવપરણિત કપલનું જીવન બરબાદ થઈ ગયું અને આ એટલા માટે કારણ કે મુસ્લિમ છોકરી હિંદુ છોકરાને પ્રેમ કરી બેઠી હતી અને તેણે તેની સાથે લગ્ન કરવાની હિંમત કરી હતી. યુવતીના પરિવારજનોએ છોકરાને ઢોર માર માર્યો હતો અને આ સાથે છરી વડે તેની ઘાતકી હત્યા પણ કરી નાખી હતી. યુવતિ અશરીન સુલતાના પતિની હત્યા જોઇ ચીસો પાડતી રહી અને તેના જીવની ભીખ માંગતી રહી પરંતુ હત્યારાઓને તો દયા સુધ્ધા ન આવી. જ્યાં સુધી નાગરાજુ મરી ન ગયો ત્યાં સુધી હત્યારાઓ તેને મારતા રહ્યા.

અશરીન અને નાગરાજુએ ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય કે તેમને પ્રેમની આવી સજા મળશે. બંનેએ લગ્ન કરતા પહેલા નાગરાજુએ પોતાનો ધર્મ છોડીને ઈસ્લામ સ્વીકારવા સંમતિ પણ આપી હતી. જો કે, ન તો નિર્દયી માતા આ સંબંધ માટે તૈયાર હતી કે ન તો લોહિયાળ ભાઈ. 25 વર્ષીય નાગરાજુએ બે મહિના પહેલા 23 વર્ષની અશરીન સુલતાના સાથે લગ્ન કર્યા હતા. બંને એકબીજાને ઘણા સમયથી ઓળખતા હતા. તેઓએ વચન આપ્યું હતું કે ગમે તે થાય, તેઓ સાથે રહેશે. જો કે, તેમના પ્રેમના દુશ્મનોએ નાગરાજુની નિર્દયતાથી હત્યા કરી નાખી.

Image source

નાગરાજુ અશરીનને ખૂબ પ્રેમ કરતો હતો. આશરીને જણાવ્યું કે તેણે અને નાગરાજુએ પરિવારના સભ્યોને ઘણી વિનંતીઓ કરી હતી. નાગરાજુ મુસ્લિમ બનવા પણ તૈયાર થઇ ગયો હતો. નાગરાજુએ પરિવારના સભ્યોને કહ્યું કે તે અશરીન સાથે લગ્ન કરવા ઇસ્લામ સ્વીકારવા તૈયાર છે. જોકે, માતાએ તેની વાત સાંભળી નહી. ત્યારબાદ બંનેએ પરિવારના સભ્યોની મરજી વિરુદ્ધ લગ્ન કરી લીધા. આ પછી અશરીનના પરિવારના સભ્યોના માથા પર તો જાણે કે કાળ સવાર હતો. નાગરાજુને આ લગ્નની કિંમત પોતાનો જીવ આપીને ચૂકવવી પડી હતી. જયારે તેઓ બંને સિગ્નલ પર ઉભા હતા.

ત્યારે અચાનક યુવતિના ભાઈ સહિત કેટલાક લોકો ત્યાં આવ્યા અને તેઓએ નાગરાજુને લોખંડના સળિયાથી મારવાનું શરૂ કર્યું. અશરીન ચીસો પાડતી રહી. એ લોકોના હાથ પગ જોડ્યા અને પતિના જીવ માટે ભીખ માંગતી રહી. પરંતુ, તેની તેમના પર કોઈ અસર થઈ ન હતી. ઘટના સમયે આસપાસના લોકો પણ હાજર હતા. જોકે વચ્ચે કોઈ પણ નાગરાજુને બચાવવા ન આવ્યુ. આ ઘટના રાત્રે હૈદરાબાદના સરૂરનગરમાં બની હતી. આરોપીઓ નાગરાજુની હત્યા કર્યા બાદ ફરાર થઇ ગયા હતા. જો કે, પોલિસે કેટલાક શકમંદોને હાલ કસ્ટડીમાં લીધા છે.

Shah Jina