મેડ ઈન ઈન્ડિયા ફ્લાઈંગ કાર આ દિવસે થશે લોંચ, ઉડીને જઈ શકશો ઓફિસ

હવે ભારતીયોને ટ્રાફિકમાંથી મળશે મુક્તિ, આવી રહી છે હવામાં ઉડતી કાર

હવે જો તમારે ઓફિસ જતી વખતે ટ્રાફિક જામની સમસ્યાનો સામનો કરવો પડતો હોય તો ચાલો તમને જણાવીએ કે તે ટૂંક સમયમાં તમને તેમાથી રાહત મળશે. ભારતીયો ટૂંક સમયમાં જ હાઇબ્રિડ કાર ઉડાવીને તેમના મુકામ સુધી પહોંચી શકશે. તેને લઈને ચેન્નાઇ સ્થિત સ્ટાર્ટઅપ એશિયાની પ્રથમ હાઇબ્રિડ ફ્લાઇંગ કાર બનાવવાની છે. (તસવીરો: પ્રતીકાત્મક)

આ ઉડતી કારનો ઉપયોગ ટ્રાંસપોર્ટ, કાર્ગો ઉપરાંત તબીબી કટોકટી સેવા માટે પણ થઈ શકે છે. ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ પણ આ અંગે ટ્વિટ કર્યું હતું. તેમણે કહ્યું કે તેમને એશિયાની પ્રથમ હાઇબ્રિડ ફ્લાઇંગના કોન્સેપ્ટ વિશે કહેવામાં આવ્યું હતું. તે ચેન્નાઈ સ્થિત સ્ટાર્ટઅપની યુવા ટીમ બનાવી રહી છે.

ચેન્નાઈ સ્થિત વિનાટા એરોમોબિલિટી(Vinata Aeromobility) 5 ઓક્ટોબરે હાઈબ્રિડ ફ્લાઈંગ કાર લોન્ચ કરશે. વિનાટા એરોમોબિલીટી તેને વિશ્વના સૌથી મોટા હેલીટેક એક્ઝિબિશન – એક્સેલ, લંડનમાં લોન્ચ કરવા માટે તૈયાર છે.

આ કારમાં ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટની સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આપવામાં આવશે. આનાથી કારનું ડ્રાઇવિંગ અને ઉડાન વધુ સારી બનશે. કંપનીનો દાવો છે કે આ કાર શાનદાર છે. તેનો એક્સટીરિયર સુંદર દેખાશે.

તેમાં જીપીએસ ટ્રેકર આપવામાં આવશે. આ સાથે બોર્ડમાં મનોરંજનની સુવિધા પણ આપવામાં આવી છે. કારમાં પેનોરેમિક વિન્ડો કેનોપી આપવામાં આવશે. આનાથી 360-ડિગ્રી વ્યૂ મળે છે. આ કારનું વજન આશરે 1100 કિલો છે અને તે 1300 કિલો વજન સાથે ઉડી શકે છે.


વિનાટા એરોમોબિલીટીની હાઇબ્રિડ કાર ડ્યુઅલ ટ્રાવેલર માટે તૈયાર કરવામાં આવી છે. તેની ઝડપ 100-120 કિમી / કલાક સુધી જઈ શકે છે. મહત્તમ ફ્લાઇટનો સમય 60 મિનિટ છે અને તે 3,000 ફૂટ સુધી ઉપર જઈ શકે છે. આ કાર બાયો-ફ્યુઅલનો ઉપયોગ કરે છે. આમાં સલામતીનું પણ ઘણું ધ્યાન રાખવામાં આવ્યું છે.

તેમાં ઘણી મોટર્સ અને પ્રોપેલર્સ આપવામાં આવ્યા છે. આ સાથે, જો એક અથવા વધુ મોટર્સ અથવા પ્રોપેલર્સ નિષ્ફળ જાય, તો પણ તે સુરક્ષિત રીતે લેંડ કરશે. પાવર સમાપ્ત થવા પર બેકઅપ પાવરમાંથી ઈલેક્ટિસિટી મોટરને આપવામાં આવશે.

Patel Meet