પત્નીને છોડી પતિ ભત્રીજી સાથે રૂમમાં મનાવતો હતો રંગરેલિયા, અચાનક પહોંચી પત્ની તો કહી એવી ચોંકાવનારી વાત કે…

કાકા-ભત્રીજાના સંબંધને શર્મશાર કરતો કિસ્સો ! પત્ની પોલિસ પાસે જઈને કહ્યું મારો પતિ ભત્રીજી સાથે રૂમમાં કપરા વગર….

ગુજરાતમાંથી ઘણીવાર સંબંધોને શર્મશાર કરનારા કિસ્સાઓ સામે આવે છે. જેમાં કેટલીકવાર વહુ-સસરા, દિયર-ભાભી, મામી-ભાણિયો કે પછી કાકા-ભત્રીજી જેવા સંબંધો શર્મશાર થવાની ઘટના સામે આવે છે. ત્યારે હાલમાં રાજકોટમાંથી સંબંધોને શર્મશાર કરે તેવો અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. એક પરણિતા જ્યારે પોલીસને સાથે રાખી પતિની તપાસ કરવા પહોંચી તો પતિ કૌટુંબિક ભત્રીજી સાથે રૂમમાં સૂતેલો જોવા મળ્યો. તેમ છતાં પોલીસની હાજરીમાં પતિએ જે નિવેદન આપ્યું તે ચોંકાવનારું છે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

રાજકોટના રણછોડનગરમાં રહેતો એક વ્યક્તિએ બે વર્ષથી પત્નીને ઘરમાંથી કાઢી મૂકી હતી અને તેણે છેલ્લા આઠેક મહિનાથી કૌટુંબિક ભત્રીજીને સાથે રાખી હતી. આમ તો કહેવા પૂરતા બંનેના સંબંધ પિતા-પુત્રી સમાન હતા પણ થોડા દિવસ પહેલા યુવતી રાત્રીના સમયે પોલીસને સાથે રાખી પતિના ઘરમાં ઘૂસી તો પતિ અને તેની કૌટુંબિક ભત્રીજી સાથે સૂતેલા મળી આવ્યા અને તે બાદ તો દેકારો મચી ગયો. દિપ્તીબેન બેલડિયાએ આપવિતી જણાવતા કહ્યું કે, અમિત તુલસી બેલડિયા સાથે દસ વર્ષ પહેલા તેમણે પ્રેમ લગ્ન કર્યા હતા અને પાંચેક વર્ષથી પતિ ચારિત્ર્ય પર શંકા કરતો અને નશો કરી મારપીટ પણ કરતો.

બે વર્ષ પહેલા તો પતિએ મારપીટ કરી તેમને ઘરમાંથી કાઢી મુક્યા હતા અને તે બાદ દિપ્તીબેન પિતાના ઘરે રહેવા લાગ્યા હતા. છેલ્લા આઠેક મહિનાથી અમિતે તેના મોસાળ પક્ષના સંબંધમાં થતી 22 વર્ષની ભત્રીજીને સાથે રાખી હતી. આ ભત્રીજી રાજકોટમાં ખાનગી નોકરી કરતી અને અમિતની સાથે રહેતી. બંને વચ્ચે અયોગ્ય સંબંધ હોવાની શંકા જતા એકાદ મહિના પહેલા રાત્રે અમિત અને તેની કૌટુંબિક ભત્રીજી સાથે જ રૂમમાં સૂતા હોવાની માહિતી મળતાં દિપ્તીબેને પોલીસ કન્ટ્રોલરૂમમાં ફોન કરી પોલિસને સાથે રાખી રાતે એક વાગ્યા આસપાસ અમિતના ઘરમાં તપાસ કરી અને બંને કઢંગી હાલતમાં હોવાનો દિપ્તીબેને આક્ષેપ કર્યો.

અમિત અને તેની ભત્રીજીએ બંનેના સંબંધ પિતા પુત્રી સમાન હોવાના દાવા કર્યા પણ દિપ્તીબેને બંનેના સંબંધ અંગે ગંભીર આક્ષેપ કર્યા ત્યારે બંનેના મોબાઇલ ચેક કરતા અમિતે કૌટુંબિક ભત્રીજી સાથે કરેલા પ્રેમાલાપના સંવાદો સહિતના લખાણ કર્યા હોવાના મેસેજ અને ગિફ્ટ આપી હોય તેવી તસવીરો અને લખાણ મળી આવ્યા. યુવતી અન્ય કોઇ યુવક સાથે પણ ચેટિંગ કરતી હોવાનું બહાર આવ્યું. કાકા ભત્રીજી વચ્ચે ‘આઈ લવ યુ જાનુ’ સહિતના લખાણો મળી આવતા દેકારો મચી ગયો હતો.

Shah Jina