પરીક્ષા આપવા માટે જઈ રહ્યા હતા પતિ-પત્ની, સીધી દુર્ઘટનામાં ચાલ્યો ગયો જીવ, એક જ ચિતા ઉપર થયા બંનેના અંતિમ સંસ્કાર

સીધી દુર્ઘટના: સાથે જીવવા મારવાની ખાધી હતી કસમો, એક જ ચિતા ઉપર થયા પતિ-પત્નીના અંતિમ સંસ્કાર

સીધીમાં થયેલી દુર્ઘટના યાદ આજે પણ ધ્રુજારી આવી જાય. નહેરમાં ખાબકેલી બસની અંદર અત્યાર સુધી 51 લોકોના મૃત્યુ થઇ ચુક્યા છે. તો આ મૃત્યુ પામનારાઓમાં જ એક એવી ખબર આવી રહી છે જે સાંભળીને જ હૈયામાં કંપારી આવી જાય.

આ દુર્ઘટનાની અંદર એક પતિ પત્નીનું મૃત્યુ થયું છે. જેમના લગ્ન 8 જૂન 2020ના રોજ થયા હતા. બંનેને લગ્ન સમયે સાથે જીવવા મરવાનું વચન લીધું હતું અને તેમનું આ વચન પણ પૂર્ણ થયું, જેના કારણે પરિવારની આંખો પણ ભીની છે. આ ઘટના બધાને જ રડાવી રહી છે. પતિ પત્ની બંને આ આ દુર્ઘટનાનો ભોગ બની ગયા.

સીધી જિલ્લાના શમી તાલુકાના ગૈવટા પંચાયતના દેવરી ગામની અંદર અજય પનિકા તેને પત્ની તપસ્યા સાથે ભાડે રહેતા હતા. તેની પત્ની તપસ્યાને એએનએમની પરીક્ષા અપાવવા માટે સીધીથી સતના જઈ રહ્યો હતો. બંને એજ બસમાં બેઠા હતા જે બસ દુર્ઘટનાનો શિકાર બની. દુર્ઘટનામાં મૃત્યુ પામવા વાળામાં તે બંને પણ સામેલ હતા. આ જાણકારી મળવાની સાથે જ બંને પરિવારમાં માતમ પ્રસરી ગયો છે.

ઘટનાની જાણકારી મળવાની સાથે જ પરિવારજનો ઘટના સ્થળે પહોંચીને શબોની શોધ કરવા લાગ્યા. તપસ્યાનું શબ મંગળવારે બપોરે ત્રણ વાગે મળ્યું. જયારે અજયનું શબ સાંજે 5 વાગે મળ્યું. શબને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવતા રાત્રે 10 વાગે તેમના શબ્દ દેવરી ગામમાં પહોંચ્યા. અજયના પિતા આ દરમિયાન ગુજરાતમાં હોવાના કારણે તે અંતિમ સંસ્કારમાં પણ પહોંચી નહોતા શક્યા.

અજય ઈચ્છતો હતો કે તેની પત્ની સારું ભણે જેના કારણે તે પોતાની પત્નીને લઈને પરીક્ષા અપાવવા માટે જઈ રહ્યો હતો, પરંતુ તેમને ક્યાં ખબર હતી કે તે જે બસમાં તેઓ જઈ રહ્યા છે તેમાં તેમનો કાળ પણ જોડે જ છે.

અજયના સપનાની સાથે તેના પરિવારનું સપનું પણ રોળાઈ ગયું. બંનેનો અંતિમ સંસ્કાર બુધવારના રોજ એક જ ચિતા ઉપર કરવામાં આવ્યો હતો.

Niraj Patel