નવસારીમાં પતિના નિધનની ખબર આવતા જ પત્નીએ પણ છોડ્યા પ્રાણ, પરિવારમાં છવાયો માતમ..એક સાથે નીકળી અંતિમ યાત્રા

પતિના અકસ્માતમાં મોત થયાની જાણ થયાના અડધા જ કલાકમાં પત્નીએ પણ તજ્યા પ્રાણ, 2 સંતાનોના માથેથી છીનવાઈ મા-બાપની છત્રછાયા- જુઓ PHOTOS

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘણી બધી ઘટનાઓ સામે આવી રહી છે. આ ઉપરાંત ઘણા લોકોનું હાર્ટ એટેકથી પણ નિધન થાય છે. ખાસ કરીને નાની ઉંમરમાં પરિવારના કોઈ સદસ્યનું નિધન થતા જ પરિવાર માથે દુઃખોનું આભ તૂટી પડતું હોય છે. પરંતુ હાલ નવસારીમાંથી એક એવી ઘટના સામે આવી છે જેને જાણીને લોકો પણ હેરાન રહી ગયા છે. આ ઘટનાને લઈને સમગ્ર પંથકમાં ચકચારી મચી ગઈ છે.

આ ઘટના સામે આવી હ્ચે નવરસારી જિલ્લાના ખેરગામ તાલુકાના તોરણવેરા ગામમાંથી. જ્યાંના હનુમાન ફળિયામાં રહેતા 38 વર્ષીય ગાવિત અરુણભાઈ નટુભાઈ ગત ગુરુવારના રોજ કોઈ કામ માટે બહાર ગયા હતા. ત્યાંથી પરત ફરતા સમયે નિશાળ ફળીયા પાસે રાત્રે 8.30ની આસપાસ તેમની સ્પ્લેન્ડર બાઈક સ્લીપ ખાઈને પડી ગઈ હતી અને તેઓ રોડ પર પટકાયા હતા.

બાઈક લઈને તેમના પડવાનો અવાજ આવતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તેમને તાત્કાલિક 108 મારફતે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. પરંતુ જયારે તેમને રેફરલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા ત્યાં તબીબ દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા. અરુણભાઈના અકસ્માત અંગે તેમના પરિવારને પણ જાણ કરવામાં આવી.

અરુણભાઈના પત્ની અને ગામના માજી સરપંચ ભાવનાબેનને અરુણભાઈના અકસમાતની જાણ થતા જ તેમની તબિયત પણ બગડવા લાગી. તેમને ગભરામણ જેવું થતા જ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા. જ્યાં તેમનું પણ મોત નીપજ્યું. એમ એક જ સાથે પરિવારમાં પતિ પત્નીનું સાથે મોત થવાના કારણે શોકનો માહોલ ફરી વળ્યો હતો. ભાવનાબેન અને અરુણભાઈને સંતાનોમાં એક 14 વર્ષની દીકરી અને 10 વર્ષનો દીકરો છે. જે નોધારા બન્યા.

Niraj Patel