ખબર

હેવાન પતિની કાળી કરતૂત: પત્ની અને બે બાળકોને કુલ્હાડીથી કાપીને મારી નાખ્યા, ઘરમાં જ સંતાડી દીધી હતી લાશ અને પછી….

હત્યારા પતિએ પત્ની સાથે બાળકોને પણ ના છોડ્યા, મારીને લાશો ઘરમાં જ દબાવી, બે મહિના સુધી એજ ઘરમાં….

દેશભરમાં હત્યાના મામલાઓ સતત સામે આવતા રહે છે, જેમાં ઘણીવાર અંગત અદાવતમાં કોઈની હત્યા કરી દેવામાં આવતી હોય છે તો ઘણીવાર પ્રેમ પ્રસંગોમાં કોઈનો જીવ લઇ લેવામાં આવતો હોય છે, ઘણીવાર પતિ પત્નીના ઝઘડા પણ હત્યાનું કારણ બનતા હોય છે, પરંતુ હાલ જે ઘટના સામે આવી છે તે ખરેખર રૂંવાડા ઉભા કરી દેનારી છે,એક પતિએ પોતાની પત્ની અને બે બાળકોની કુલ્હાડીના ઘા મારીને હત્યા કરી નાખી અને લાશ ઘરમાં જ દબાવી દીધી.

આ હેરાન કરી દેનારો મામલો સામે આવ્યો છે મધ્ય પ્રદેશના રતલામમાંથી. જ્યાં એક વ્યક્તિએ પોતાની પત્ની સાથે પોતાના 7 વર્ષના દીકરા અને 4 વર્ષની દીકરીની કથિત રીતે હત્યા કરી નાખી અને લાશને ઘરમાં જ દબાવી દીધી. મીડિયા રિપોર્ટ અનુસાર પોલીસે જણાવ્યું કે આ ઘટનાના બે મહિના બાદ રવિવારે સાંજે જમીન ખોદીને લાશને બહાર કાઢવામાં આવી હતી. સતત બે મહિના સુધી ઘરમાં 3-3 લાશ હોવા છતાં આરોપી ઘરમાં શાંતિથી રહેતો હતો.

આ મામલે રતલામ પોલીસ અધિક્ષક અભિષેક તિવારીએ જણાવ્યું કે, “ઘટનાની જાણ ત્યારે થઇ જ્યારે લોકોને ખબર પડી કે હત્યારાના પરિવારજનો ગાયબ છે. જયારે આરોપી સાથે કડકાઈથી પુછપરછ કરવામાં આવી ત્યારે પતિએ પત્ની અને બાળકોની હત્યા કરવાની વાત કબૂલી હતી. આરોપીની નિશાનદેહી પર ડોકટરો અને ફોરેન્સિક વિશેષજ્ઞોની હાજરીમાં જમીન ખોદીને લાશોને બહાર કાઢવામાં આવી.

હત્યાની આ ઘટનાને લઈને આરોપીએ જણાવ્યું કે તેને પરિવારિક ઝઘડાના કારણે કુલ્હાડીથી ત્રણેયની હત્યા કરી નાખી. પોલીસ અધિકારીઓએ એમ પણ જણાવ્યું કે હહત્ય બાદ લાશને દફનાવવામાં મદદ કરનારા તેના એક સહયોગીની પણ પોલીસે ધરપકડ કરી લીધી છે. પોલીસ આ મામલાની ગંભીરતાથી તપાસ કરી રહ્યું છે. પોલીસ લાશનો DNA ટેસ્ટ પણ કરાવશે.