પતિની હત્યા કરવાની શરતે પત્નીએ ભાણીના લગ્ન એક અપરાધી સાથે કરાવ્યા, સમગ્ર ઘટના જાણીને રૂંવાડા ઊભા થઇ જશે !

ઘૂંઘટમાં દેખાતી પત્નીએ જ પતિને મારી નાખ્યો,પછી પોલીસને કહ્યું પતિનું કહું કરવું મારી મજબૂરી હતી, રોજ રોજ રાત્રે…

દેશભરમાં લૂંટ અને હત્યાના બનાવો સામે આવી રહ્યા છે. ઘણા એવા પણ હૃદય કંપાવી દેનારી ઘટનાઓ સામે આવે છે કે જેમાં પતિ પત્નીની હત્યા કરી નાખી હોય કે પછી પત્નીએ પ્રેમ સંબંધોના કારણે પતિની હત્યા કરી નાખી હોય, પરંતુ થોડા સમય પહેલા જ એક એવો મામલો સામે આવ્યો હતો કે જાણીને કોઈના પણ રૂંવાડા ઉભા થઇ જાય.

મળી રહેલી માહિતી અનુસાર રાજસ્થાનના ભીલવાડાના ધામનીયા ગામની અંદર રક્ષા બંધનના દિવસે જ એક વ્યાપારી દેવી સિંહની નિર્મમ હત્યા કરી નાખવામાં આવી. જેના આરોપસર તેની પત્ની પિંકીની પોલીસે ધરપકડ કરી હતી. પોલીસ પુછપરછમાં પિંકીએ એવા એવા ચોંકાવનારા ખુલાસા કર્યા કે સાંભળીને પોલીસ પણ હેરાન રહી ગઈ હતી.

પિંકીએ જણાવ્યું કે, “જો હું તેને ના મારતી તો તે ક્યારેય પણ મારી હત્યા કરાવી નાખતો. તેના કોઈ બીજી મહિલા સાથે અવૈધ સંબંધો હતા. છેલ્લા ચાર વર્ષથી મારુ જીવન નર્ક બની ગયું હતું. કોઈને કોઈ વાત એકબીજા સાથે અમારા ઝઘડા પણ થતા હતા. જેના કારણે તેને તેના પતિની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો.”આ ઉપરાંત પિંકીએ પોલીસને એમ પણ જણાવ્યું કે તેનો પતિ તેની હત્યા કરવાનો પણ પ્રયાસ કરી રહ્યો હતો.

આ બાબતે મીડિયા રિપોર્ટ અનુસાર પોલીસે જણાવ્યું હતું કે પિંકીના કહેવા ઉપર જ કુલદીપ અને તેના બે મિત્રોએ દેવી સિંહની હત્યા કરી હતી. પિંકીએ કુલદીપના લગ્ન તેની ભાણી સાથે કરાવ્યા હતા. લગ્નના બદલામાં તેને દેવી સિંહની હત્યા કરવાનું કહ્યું હતું. આ બાબતે પોલીસે જણાવ્યું કે કુલદીપ અપરાધિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલો હતો. જેના કારણે તેના લગ્ન નહોતા થઇ રહ્યા.”

કુલદીપ આ વાતના કારણે જ પિંકીનું અહેસાન માનતો હતો. અને તેના કહેવા ઉપર જ કુલદીપે આ હત્યાને અંજામ આપ્યો હતો. પોલીસની પુછપરછમાં એ વાત પણ સામે આવી કે પિંકી અને કુલદીપે 15 દિવસ પહેલા જ હત્યાનું ષડયંત્ર રચી લીધું હતું. જેના બાદ રક્ષાબંધનના દિવસે જ દેવી સિંહની હત્યા કરી દેવામાં આવી.  પોલીસ હવે આ મામલામાં કુલદીપ અને તેના બે મિત્રોની શોધખોળ કરી રહી છે.

Niraj Patel