એક વર્ષ પહેલા જ થયા હતા લગ્ન, હવે જોડે ઉઠી અર્થી, બાઇક પર જઇ રહેલા પતિ-પત્નીને એમ્બ્યુલન્સે…

એમ્બ્યુલન્સે લીધો બાઇક સવાર દંપતિનો જીવ : પતિ ઓન ધ સ્પોટ અને પત્નીની હોસ્પિટલમાં થઇ મોત, ઉદયપુર જઇ રહ્યા હતા બંને, એક વર્ષ પહેલા જ થયા હતા લગ્ન

ગુજરાત સહિત દેશભરમાંથી અવાર નવાર અકસ્માતોના કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર એવું બને છે કે કોઇ તેજ વાહનને કારણે બીજાનો જીવ દાવ પર લાગી જતો હોય છે અથવા તો ઘણીવાર કોઇ વાહનની ટક્કર અન્ય વાહન સાથે કેટલાક લોકો મોતને ભેટતા હોય છે. એક વર્ષ પહેલા લગ્નના બંધનમાં બંધાયેલા દંપતીનું માર્ગ અકસ્માતમાં મોત થયું હોવાના સમાચાર છે. ભાવલિયા ગામના રહેવાસી દંપતિ તેમના ગામથી બાઇક પર ઉદયપુર જઈ રહ્યા હતા.

પ્રતીકાત્મક તસ્વીર

તેમને પાછળથી આવતી એમ્બ્યુલન્સે ટક્કર મારતાં પતિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે પત્નીનું હોસ્પિટલમાં મોત થયું હતું. નિકુંભા પોલીસ સ્ટેશન વિસ્તારના નપાવલી પુલિયા પાસે નિમ્બહેરા-મંગલવાડ રોડ પર આવેલા ભાવલિયા ગામના 26 વર્ષિય છોટુ સિંહ શક્તિવત અને તેની 24 વર્ષિય પત્ની અન્નુ કંવર બાઇક પર હોસ્પિટલના કામ માટે ઉદયપુર જઈ રહ્યા હતા. આ દરમિયાન જ પાછળથી આવી રહેલી એમ્બ્યુલન્સે તેમને પાછળથી ટક્કર મારી હતી અને તેને કારણે બંને નીચે પડ્યા હતા.

છોટુ સિંહનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જયારે તેની પત્ની અન્નુએ ઉભા થવાનો પ્રયાસ કર્યો કે તરત જ ટ્રેલરે તેને પાછળથી ટક્કર મારી, જેને કારણે તેને ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માતની જાણ થતા ઘણા લોકો મદદ માટે સ્થળ પર પહોંચ્યા હતા અને બીજી એમ્બ્યુલન્સને જાણ કરી હતી. પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ ત્યાં સુધીમાં બંનેને એમ્બ્યુલન્સની મદદથી જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા,

પ્રતીકાત્મક તસ્વીર

જ્યાં સારવાર દરમિયાન અન્નુનું પણ મોત થયું હતું. છોટુ સિંહ અને અન્નુના લગ્ન એક વર્ષ પહેલા જ થયા હતા. બંનેને હોસ્પિટલના કામ માટે ઉદયપુર જવાનું હતું. બંને બપોરે બાઇક પર ઘરેથી નીકળ્યા હતા અને ત્યારે જ અકસ્માત સર્જાયો હતો. પુત્ર અને પુત્રવધુ બંનેના મોતને કારણે પરિવારમાં પણ ભારે શોક છવાઇ ગયો હતો. ઉલ્લેખનીય છે કે, આ ઘટના લગભગ ચારેક મહિના પહેલા બની હતી.

Shah Jina