હોળી રમ્યા બાદ ન્હાવા ગયા પતિ પત્ની, એક ભૂલ થઇ અને બાથરૂમમાં બંને મરી ગયા- જાણો સમગ્ર મામલો
હાલમાં જ પૂરા દેશમાં હોળીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી મનાવવામાં આવ્યો. આ તહેવાર દરમિયાન લોકોએ રંગોથી ખૂબ હોળી રમી. પણ હોળીના દિવસે એક અકસ્માતમાં પતિ-પત્નીનું મોત થઇ ગયુ. દેશની આર્થિક રાજધાની મુંબઇમાં ગીઝરનો ગેસ લીક થવાને કારણે એક નવપરણિત દંપતિની મોત થઇ ગઇ. ઘટના ઘાટકોપરના કુકરેજા ટાવરમાં હોળીના દિવસની છે.
સૂચના મળવા પર પહોંચેલી પોલિસે બંનેની લાશને કબ્જે કરી પીએમ માટે મોકલી આપી. તપાસ કરી રહેલી પોલિસે જણાવ્યુ કે, મૃતક દંપતિની ઓળખ દીપક શાહ અને ટીના શાહના રૂપમાં થઇ છે. પોલિસને આ ઘટનાની સૂચના પાડોશીઓએ આપી હતી. પોલિસ અનુસાર, આ દંપતિ કુકરેજા ટાવરમાં ભાડાના મકાનમાં રહેતા હતા.
હોળીના દિવસે બપોર બાદ તેમના એક સંબંધી તેમને મળવા આવ્યા, જેઓ આ જ ટાવરમાં રહેતા હતા. ઘણીવાર સુધી દરવાજો ખખટાવ્યા પછી અને બૂમો પાડ્યા બાદ પણ જ્યારે અંદરથી કોઇ ન બોલ્યુ અને દરવાજો ન ખુલ્યો તો પોલિસને સૂચના આપવામાં આવી. પોલિસ ઘટનાસ્થળે પહોંચી અને પછી ડુપ્ટિલેક ચાવીથી ફ્લેટ ખોલાવ્યો તો અંદર પતિ પત્ની બંને અચેત પડ્યા હતા.જલ્દી જલ્દીમાં તેમને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા પણ ડોક્ટરોએ તેમને મૃત ઘોષિત કરી દીધા.
પડોશીઓએ પોલીસ પૂછપરછમાં જણાવ્યું હતું કે કપલ થોડા સમય પહેલા જ હોળી રમી ન્હાવા માટે અંદર ગયા. આ સમય દરમિયાન તેમણે પાણી ગરમ કરવા ગીઝર ચલાવ્યુ અને આકસ્મિક રીતે, ગેસ લિકેજ થતા બંનેના બાથરૂમમાં જ મોત થઇ ગયા. પોલીસે જણાવ્યું હતું કે આ કેસ ગેસ લિકેજનો છે, પણ બંને મૃતદેહોને વાસ્તવિક કારણોની તપાસ માટે પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ જ કંઇ કહી શકાશે. આ ઘટના બુધવારના રોજ મુંબઇના ઘાટકોપર (પૂર્વ)માં બની હતી.. મૃતદેહો પર બાહ્ય ઈજાના કોઈ નિશાન મળ્યા નહોતા.