એવી તે કેવી મજબૂરી વળી! નવ મહિનાના માસૂમને મૂક્યો નોંધારો
કોરોના વાયરસના કારણે આવેલા લોકડાઉનના કારણે ઘણા લોકોનું જીવવું હરામ થઇ રહ્યું છે અને તેના કારણે ઘણા લોકો પોતાની હિમ્મત હરિ જાય છે અને આત્મહત્યા જેવા પગલાંઓ ભરી લે છે, આવી જ એક ઘટના સામે આવી છે ઉત્તરપ્રદેશના ઇંદ્રાપુરમ વિસ્તારમાંથી જ્યાં એક દંપતીએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. અને તેના ઘરમાંથી તેમનું 9 મહિનાનું બાળક રડતું મળી આવ્યું હતું.

આત્મહત્યા કરતા પહેલા પતિએ પોતાની નોયડામાં રહેતી બહેનને એસએમએસ કરીને આ ઘટનાની જાણકારી પણ આપી હતી. જયારે પરિવારના લોકો ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે જોઈને તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ઈન્દિરાપુરમ વિસ્તારના જ્ઞાનખંડ 1 કોલોનીમાં શુક્રવારના રોજ સવારના સમયે જ અફરાતફરી જેવો માહોલ જામી ગયો હતો જયારે સ્થાનીય લોકોએ એક સોસાયટીના ફ્લેટમાં પતિ-પત્નીને લાશને ફાંસીના ફંદા ઉપર લટકાયેલી જોઈ અને તેમાં 9 મહિનાનું એક બાળક રડી રહ્યું હતું.

ફાંસી લગાવતા પહેલા યુવકે પોતાની બહેનને એક મેસેજ કર્યો હતો જેની અંદર તેને લખ્યું હતું કે: “સવારે ઘરે આવી જજે, બાબુ એકલો મળશે.” આ મેસેજ વાંચીને તેની બહેન સવારે ઘરે પહોંચી ત્યારે તેના ભાઈ અને ભાભીનું શબ જોઈને તેના હોશ ઉડી ગયા. 9 મહિનાનું બાળક (બાબુ) એકલું બેડ ઉપર પડીને રડી રહ્યું હતું. જેની સૂચના તરત જ સ્થાનિક પોલીસ થાણામાં કરવામાં આવી.
મળતી માહિતી પ્રમાણે 30 વર્ષીય નિખીલ અને તેની 29 વર્ષીય પત્ની પલ્લવી પોતાના 9 મહિનાના દીકરાની સાથે જ્ઞાન ખંડ 1ની એક સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા હતા. તે મૂળ પટના બિહારના રહેવાસી હતા, બે વર્ષ પહેલા જ તેમના લગ્ન થયા હતા. નિખિલ એક પ્રાઇવેટ કંપનીની અંદર સેલ્સ મેનેજર તરીકે નોકરી કરી રહ્યો હતો.

આ બંનેએ કાયા કારણથી આત્મહત્યા કરી હતી તેનો ખુલાસો હજુ નથી થી શક્યો, પોલીસે બંનેની લાશને પોસ્ટ મોર્ટમ માટે મોકલી દીધા છે. જયારે પોલીસ ઘરની અંદર પહોંચી ત્યારે પતિને બેડરૂમની અંદર ફાંસીના ફંદા ઉપર લટકતા અને પત્નીને ઘરના ડ્રોઈંગ રૂમમાં લટકતા જોયા જયારે 9 મહિનાનો દીકરો એકલો હતો.