પત્નીના આડા ગંદા સંબંધથી પરેશાન પતિએ કરી આત્મહત્યા, તો પત્નીને સમાચાર મળતા જ કર્યુ એવું કે જાણી હ્રદય કંપી ઉઠશે

લફરાબાજ પત્નીથી કંટાળીને યુવક ફાંસી પર લટક્યો, પત્નીએ ઉઠાવ્યું એવું પગલું કે તમારી આત્મા રડી પડશે – જાણો વિગતે

દેશમાંથી ઘણીવાર એવા કિસ્સો સામે આવે છે, જેમાં પતિ અથવા પત્ની કંટાળી આત્મહત્યા જેવું પગલુ ભરી લેતા હોય છે. ઘણીવાર પત્નીના અવૈદ્ય સંબંધથી કંટાળી પતિ આત્મહત્યા કરી લેતો હોય છે, તો ઘણીવાર પત્ની પતિના અવૈદ્ય સંબંધોથી કંટાળી જીવન ટૂંકાવી લેતી હોય છે. ઘણીવાર તો એવું બનતુ હોય છે કે, પત્ની તેના પ્રેમી માટે તેના લગ્ન સંબંધોનો પણ અંત લાવી દે છે અને કોઇ કારણસર પતિ તેની પત્ની અને તેના પ્રેમીથી પરેશાન થઇ આત્મહત્યા કરી લેતો હોય છે. ત્યારે હાલ આવો જ એક મામલો સામે આવ્યો છે, જેમાં એક પતિએ પત્નીની બેવફાઇથી કંટાળી પોતાને ફાંસી લગાવી લીધી અને પત્નીને પતિના મોતના સમાચાર મળતા જ તેણે પણ પોતાનું જીવન ટૂંકાવી લીધુ.

આ કિસ્સો રાજધાની ભોપાલનો છે. ભોપાલમાં પ્રેમ ટ્રાયેંગલે એક યુગલની હત્યા કરી નાખી. પહેલા પત્નીની બેવફાઈથી કંટાળીને પતિએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી, અને પછી પતિના મોતના સમાચાર સાંભળીને પત્નીએ પણ પોતાની જાતને આગ લગાવી. આ હચમચાવી દેનારો કિસ્સો ભોપાલના ટીટી નગર વિસ્તારનો છે. અહીં પીએચઇ કોલોનીમાં રહેતો અક્ષય સોમકુંવર વલ્લભ ભવનમાં લિફ્ટ ઓપરેટર હતો. ગુરુવારે રાત્રે આશરે 12:30 વાગ્યા આસપાસ અક્ષયે તેની પત્નીની સાડીમાંથી ફાંસો બનાવીને પોતાના રૂમમાં ફાંસી લગાવી લીધી. જ્યારે તેની માતાએ પુત્રને ફાંસી પર લટકતો જોયો, ત્યારે પડોશીઓની મદદથી તેને જેપી હોસ્પિટલમાં લઇ ગયા. જયાં હાજર ડોક્ટરે અક્ષયને મૃત જાહેર કર્યો.

શુક્રવારે સવારે અક્ષયના મોતના સમાચાર સાંભળીને તેની પત્ની સુધા ઘરે પહોંચી અને પેટ્રોલ નાંખી પોતાને આગ લગાવી દીધી. કોઈ રીતે આગ બુઝાવ્યા પછી પરિવાર તેને જિલ્લા હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં સારવાર દરમિયાન તેનું પણ મોત થયું. સુધાએ તેના ચાર વર્ષના પુત્રને પણ આગ લગાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પરિવારના સભ્યોએ બાળકને બચાવી લીધો પરંતુ સુધાને ન બચાવી શક્યા.

આ બાબતે અક્ષયના ભાઈ નિલેશનું કહેવું છે કે મિત્ર સાગરે અક્ષય સાથે દગો કર્યો. તેણે તેની પત્ની સુધાને પ્રેમની જાળમાં ફસાવી દીધી અને પછી સુધાએ અક્ષયને છોડી દીધો અને તેની સાથે રહેવા લાગી તેમજ તેની સાથે તેના પુત્રને પણ લઈ ગઇ. અક્ષય આ વાતથી ઘણો દુખી હતો. પોલીસને અક્ષય પાસેથી અંતિમ ચિઠ્ઠી પણ મળી આવી છે. આ નોટમાં લખ્યું છે કે તેની પત્ની અને બાળકને મળવા માટે તે સાગરના પગે પણ પડ્યો હતો, પરંતુ તેણે તેને તેની પત્ની અને પુત્રને મળવા ન દીધા. સાગર બાબાએ મારું જીવન બરબાદ કર્યું. પત્ની અને સાગર બાબાને કારણે હું મારો જીવ આપી રહ્યો છું. આ કેસમાં પોલીસે હવે સાગર અંગે તપાસ શરૂ કરી છે.

Shah Jina