સોશિયલ મીડિયા પર લોકો ઘણા ફની વીડિયો શેર કરે છે, જેને જોઈને તમે ક્યારેક હસી જાવ તો ક્યારેક આશ્ચર્યચકિત થઈ જાવ છો. આજે અમે તમને એવો જ એક વીડિયો બતાવવા જઈ રહ્યા છીએ જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક વ્યક્તિ તેની પત્નીને રૂમમાં સુવડાવવા જાય છે અને બાલ્કનીમાં આવે છે. પાડોશી પણ પીળી સાડીમાં સામે ઊભી હોય છે. બંનેની આંખો મળે છે અને પાડોશીને જોઈને ગીત ગાવાનું શરૂ કરે છે. સામેથી પણ જોરદાર પ્રતિક્રિયા મળે છે. હવે તમે વિચારતા હશો કે આગળ શું થયું? આ માટે તમારે વીડિયો જોવો પડશે.
આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર @natkhatgang નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે, જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે જ્યારે પત્ની સૂઈ જાય છે ત્યારે પુરુષ બાલ્કનીમાં દોડીને આવે છે. પીળી સાડી પહેરેલ પાડોશી સામેની ટેરેસ પર ઉભી હોય છે, તે વ્યક્તિની રાહ જોઈ રહી હોય છે. પડોશની ભાભીને જોતાં જ વ્યક્તિનો રોમેન્ટિક સ્વભાવ જાગી જાય છે. તે બેકગ્રાઉન્ડમાં વાગતું ગીત ‘હમ દો પ્રેમી, છત કે ઉપર’ ગાવાનું શરૂ કરે છે. પાડોશી પણ ધીમે ધીમે તેના ટેરેસની કિનારે આવે છે. બંને પ્રેમીઓની જેમ એક્ટિંગ કરતાં જોવા મળે છે. પીળી સાડીમાં પાડોશી ઠુમકા મારે છે. બંનેની જુગલબંધી આગળ વધે છે, પછી કંઈક એવું બને છે, જેની અપેક્ષા ન તો પાડોશી હતી કે ન પતિને.
જો તમે શરૂઆતમાં આ વીડિયોને જોશો તો તમને લાગશે કે પતિ-પત્ની વચ્ચે કેટલો પ્રેમ છે. પરંતુ પત્નીને સુવડાવ્યા બાદ પતિ બહાર બાલ્કની તરફ દોડે છે અને બીજી બાજુથી પીળી સાડી પહેરેલ પાડોશી પણ આવે છે. પરંતુ ત્યારબાદ કંઈક અલગ જ થયું. બંને ગીતની ધૂનમાં મગ્ન હતા. ત્યારે અચાનક પત્ની બાલ્કનીમાં આવી જાય છે. ગીતની ધૂન તરત જ બદલાઈ જાય છે. બેકગ્રાઉન્ડમાં ‘આદત અપની છોડ દે કહના મેરા માન લે’ વાગવા લાગે છે. આ પછી પત્ની લાકડી ઉપાડે છે અને પતિને મારવા લાગે છે. જો કે આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, પરંતુ તેને મનોરંજનના હેતુથી બનાવવામાં આવ્યો છે.
View this post on Instagram