ખબર

પતિના અફેરને જોતા પત્નીએ પણ પોતાનાથી 8 વર્ષ નાના યુવાન સાથે બાંધ્યા સંબંધો, અંત આવ્યો ખુબ ભયાનક

આજે લગ્ન સંબંધોમાં પણ વિશ્વાસ નથી રહ્યો તેનું પ્રમાણે અવાર નવાર આવતા સમાચારો દ્વારા મળી આવે છે. આવી જ એક ઘટના મધ્યપ્રદેશના સતનામાં બિહારી કોલોનીમાં  ભાડાના મકાનમાં રહેતા રહેતા સંદીપ સિંહ સંતોષી જે તલાટી તરીકે ફરજ બજાવતા હતા તેમને એક તલાટી મહિલા સાથે પ્રેમ થઇ ગયો. આ વાતની જાણ તેની પત્નીને પણ ધીમે ધીમે થવા લાગી, પત્નીએ આ બાબતે આરાજગી પણ જતાવી તે છતાં કઈ થયું નહીં, અને પત્નીએ પણ પતિના પગલે ચાલવાનું નક્કી કરી અને પોતાનાથી 8 વર્ષના નાના યુવક સાથે પ્રેમ કરી લીધો.

Image Source

ત્યારબાદ પત્ની અને તેના પેમી તેમજ એક મિત્રે સાથે મળીને પતિને મારવાનો પ્લાન બનાવી લીધો અને સંદીપ સિંહેને ઘરની છત ઉપરથી નીચે ફેંકી દીધો. પત્ની અને તેનો પ્રેમી એમ સમજતા હતા કે આ કોઈ દુર્ઘટના છે તેવું જ બધાને લાગશે, પરંતુ પોલીસે જયારે તલાટીના મૃત્યુની દુર્ઘટનાની તપાસ કરી ત્યારે ચોંકાવનારા રહસ્યો સામે આવ્યા.

તલાટી કોઈ દુર્ઘટનાના કારણે છત ઉપરથી નહોતો પડ્યો પરંતુ. તેને કાવતરા પૂર્વક મારવામાં આવ્યો છે તેવું પોલીસ જણાવ્યું. છઠ્ઠી નીચે પડ્યા બાદ તલાટીને પથ્થરથી પણ વાર કરવામાં આવ્યા હતા અને તેના કારણે જ તેનું મૃત્યુ થયું હતું.

Image Source

પોલીસે આ સમગ્ર ઘટનાની તપાસ કરતા આંતરિક પ્રેમ સંબંધોના કારણે હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું હતું. તપાસમાં સામે આવ્યું કે તલાટી પતિને કોઈ તલાટી મહિલા સાથે સંબંધો હતા. તે તલાટીના ઘરે આવતી પણ હતી. તેને લઈને બંને પતિ પત્ની વચ્ચે ઝઘડા થતા હતા. તલાટી તેની પત્નીને મારતો પણ હતો. તેની પત્નીએ કહ્યું કે તેનો પતિ ઘણીવાર તે મહિલા સાથે આપત્તીજનક સ્થિતિમાં મળી આવ્યો છે. વિરોધ કરવા ઉપર તે મારવાની ધમકી આપતા હતા.

મૃતક તલાટીએ છૂટાછેડા માટે અરજી પણ કરી હતી, પરંતુ તેની પત્નીએ છૂટાછેડા માટે 20 લાખ રૂપિયાની માંગણી કરી હોવાનું પણ સામે આવ્યું છે. તલાટીની હત્યાના આરોપમાં તેની પત્નીની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે તેનો પોતાનો ગુન્હો સ્વીકારતા કહ્યું હતું કે “સંદીપે (તલાટી) તેની પ્રેમિકા સાથે મળીને મારી હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો. પરંતુ તેની ભનક તેને લાગી ગઈ હતી. પત્નીએ તેના પ્રેમી સાથે અને તેના એક મિત્રની મદદથી સંદીપને રસ્તા ઉપરથી હટાવી દેવાનું નક્કી કર્યું.

Image Source

હત્યાની ગોઠવણી પ્રમાણે 30 મેના રોજ રાત્રે 11 વાગે જયારે સંદીપ જમીને મોબાઈલ લઈ ધાબા ઉપર જઈને કોઈ સાથે વાત કરી રહ્યો હતો ત્યારે મહિલાનો 21 વર્ષની ઉંમરનો પ્રેમી અને તેનો 20 વર્ષનો મિત્ર ઘરમાં આવી ગયા. પ્રિયંકા તેમની લઈને ઉપર આવી. સંદીપે તેમને જોઈ લીધા અને ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કરવા લાગ્યો પરંતુ પત્નીના પ્રેમીએ અને તેના મિત્રે સંદીપને પકડી લીધો અને ધાબા ઉપરથી નીચે ફેંકી દીધો. ત્યારબાદ બંને જણાએ જઈને સંદીપના માથા ઉપર પથ્થર મારી દીધો.

Image Source

પ્લાનિંગ પ્રમાણે સંદીપની પત્ની તેના મકાન માલિક સાથે તેનો પતિ ખોવાઈ ગયો છે એવું બહાનું કાઢીને તેને શોધવા માટે નીકળી. અને પોલીસ સમક્ષ પણ પોતાના પતિના મૃત્યુનું ખોટું દુઃખ જતાવવા લાગી હતી. સંદીપને બે છોડીઓ પણ હતી, તેને શાળાએ મુકવા જતી વખતે જ તેની પત્નીએ એક યુવક સાથે ઓળખાણ થઇ અને ધીમે ધીમે બંને વચ્ચે પ્રેમ થઇ ગયો હતો ત્યારબાદ બંનેએ ભેગા મળીને સંદીપને મારી નાખવાનું કાવતરું બનાવ્યું હતું.