ખબર

સુરતમાં પતિએ હેવાનિયતની હદ પાર કરી નાખી, પત્નીએ ગંદા વીડિયો જોવાની ના પાડી તો જીવતી જ સળગાવી દીધી… રૂંવાડા ઉભા કરી દેનારો મામલો

સુરતમાં કળિયુગી પતિએ શરીરસુખની મજા લેવા બાબતે બૈરૂંને જીવતું સળગાવ્યું, અંદરની વિગત જાણીને કહેશો આને ફાંસીએ લટકાવો…

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હત્યાના ઘણા બધા મામલાઓ સામે આવી રહ્યા છે. જેમાં કોઈની પૈસાની લેતીદેતીમાં હત્યા કરવામાં આવે છે તો ઘણીવાર પ્રેમ સંબંધોના કારણે પણ કોઈની હત્યા કરી દેવામાં આવતી હોય છે. કેટલાક કિસ્સાઓમાં પતિ પત્ની વચ્ચેના ઝઘડાને લઈને પણ કોઈની હત્યા થઇ જતી હોય છે. ત્યારે તાજો મામલો હાલ સુરતમાંથી સામે આવ્યો છે જેને લોકોના રૂંવાડા ઉભા કરી દીધા છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી ધ્રુવ તારક સોસાયટીમાં કાજલ નામની મહિલા તેના પતિ કિશોર પટેલ સાથે રહેતી હતી. મુંબઈની કાજલ મિશ્રાના લગ્ન 10 મહિના પહેલા જ સુરતમાં રત્નકલાકાર તરીકે કામ કરતા કિશોર પટેલ સાથે થયા હતા. ત્યારે કિશોર અને કાજલ વચ્ચે અશ્લીલ વીડિયો જોવા બાબતે માથાકૂટ થઇ હતી. જેના બાદ ગુસ્સે ભરાયેલા કિશોરે કાજલને ટર્પેન્ટાઈન જેવો જ્વલનશીલ પદાર્થ નાખીને સળગાવી દીધી.

ગંભીર રીતે દાઝી ગયેલી કાજલને તાત્કાલિક સુરતની સ્મીમેર હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. જ્યાં કિશોરે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે કાજલે તેની જાતે જ ટર્પેન્ટાઈન છાંટ્યું હતું. પરંતુ જયારે પોલીસે કાજલનું નિવેદન લીધું ત્યારે સાચી હકીકત બાહર આવી હતી. પરંતુ સારવાર દરમિયાન જ કાજલે દમ તોડી દીધો હતો અને તેનું મોત થયું હતું. પોલીસે કિશોરની ધરપકડ કરી આ મામલે તપાસ હાથ ધરી છે.

આ ઘટનાના એક દિવસ પહેલા પણ કાજલ અને કિશોર વચ્ચે રસોઈ બાબતે ઝઘડો થયો હતો. બંનેએ રાત્રે સાથે આઈસ્ક્રીમ પણ ખાધો હતો. જેના બાદ રાત્રે સંબંધ બાંધવાને લઈને પણ બંને ઝઘડ્યા હતા. પરંતુ બીજા દિવસે કિશોર અશ્લીલ વીડિયો જોઈ રહ્યો થયો ત્યારે કાજલે તેને ટોક્યો અને ગુસ્સે ભરાયેલા કિશોરે કાજલને સળગાવી દીધી. આ મામલે હવે ચોકબજાર પોલીસ વધુ તપાસ કરી રહી છે.