પતિએ કહ્યુ, ‘શેર માર્કેટમાં પૈસા રોક્યાં છે’ તો પત્નીએ એવું કર્યું કે પતિએ ગળું દબાવી હત્યા કરી

ગુજરાત સમેત સમગ્ર દેશભરમાંથી અવાર નવાર હત્યાના કિસ્સાઓ સામે આવતા રહે છે, જેમાં ઘણીવાર પ્રેમ સંબંધ, ઘરકંકાસ કે પછી કોઇ માનસિક તણાવ મુખ્ય કારણ હોય છે. ત્યારે હાલમાં એક હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક પતિએ પત્નીની મામૂલી વાતને લઇને હત્યા કરી દીધી. પતિએ પત્નીનું ઘરમાં મામૂલી બહેસને લઇને ગળુ દબાવી દીધુ. હાલ તો પોલિસ આ મામલાની તપાસ કરી રહી છે. પોલિસે આરોપીની ધરપકડ પણ કરી છે.

આ કિસ્સો મહારાષ્ટ્રના પાલઘરના નાલાસોપારામાંથી સામે આવ્યો છે. જ્યાં ભાવિન રમેશભાઈ ઠક્કરે તેની પત્ની મુન્ની હત્યા કરી દીધી. આ ઘટના શનિવારે અડધી રાતની છે. પત્નીએ પતિ પાસે પૈસા માગતા વિવાદ થયો હતો અને ત્યારબાદ પત્નીનું ગળું દબાવીને પતિએ તેની હત્યા કરી દીધી હતી. હત્યા બાદ આરોપી પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને સરેન્ડર કર્યું હતું. હાલ તો પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે.

ઘટનાની પ્રાપ્ત વિગત અનુસાર, યશવંત ગૌરવના આનંદ વ્યૂ એપાર્ટમેન્ટમાં રહેતા 25 વર્ષીય ભાવિન ઠક્કરની દોઢેક વર્ષ પહેલાં ફેસબુક માધ્રયમથી પશ્ચિમ બંગાળની 22 વર્ષીય મુન્ની સાથે મિત્રતા થઈ હતી અને તે બાદ બંનેએ લવમેરેજ કરી લીધા હતા. ત્યારથી બંને સુખમય જીવન પસાર કરી રહ્યા હતા. પરંતુ શનિવારે રાતે મુન્નીએ ભાવિન પાસે 20 હજાર રૂપિયાની માગણી કરી અને ત્યારે તેણે કહ્યુ કે, તેણે બધા જ રૂપિયા શેર માર્કેટમાં રોક્યાં છે.

ચાર-પાંચ દિવસમાં પૈસા આવશે. બસ આ જ બાબતને લઈને બંને વચ્ચે ઝઘડો થયો અમે ઝપાઝપી પણ થઈ. ત્યારે ગુસ્સે ભરાયેલા ભાવિકે આવેશમાં આવી પત્નીને ધક્કો મારી સોફામાં પાડી અને ગળું દબાવીને હત્યા કરી દીધી. આ દરમિયાન મુન્નીની મોત થઇ ગઇ હતી. જે બાદ રવિવારે ભાવિન પોલીસ સ્ટેશન પહોંચ્યો અને આ ઘટનાની જાણ પોલિસને કરી.

Shah Jina