મહિલાને ખબર પડી કે તેના પતિએ કરી લીધો છે આપઘાત, અંતિમ સંસ્કારની કરી રહી હતી તૈયારી ત્યારે થયો એવો ખુલાસો કે પત્નીના પગ નીચેથી જમીન સરકી ગઈ.. જુઓ વીડિયો

મહિલાને તેના પતિના મોતની ખબર મળતા જ લાગ્યો મોટો ઝાટકો, અંતિમ સંસ્કારની તૈયારી કરી રહી હતી અને પછી થયો મોટો પર્દાફાશ… વીડિયો શેર કરીને જણાવી હકીકત.. જુઓ

જીવન અને મૃત્યુ ઈશ્વરના હાથમાં છે અને કોણ ક્યારે આ દુનિયાને હંમેશા માટે અલવિદા કહી દે છે તે કોઈ નથી જાણતું, પરંતુ મૃત્યુ એક ખુબ જ દુઃખ દાયક ઘટના છે જેનાથી આખો પરિવાર આઘાતમાં આવી જાય છે. તો જો પતિ અથવા પત્ની બંનેમાંથી કોઈનું પણ નિધન થાય તો તેનું પાર્ટનર એ આઘાત જીરવી શકતું નથી. પરંતુ હાલ એક એવો મામલો સામે આવ્યો છે જેણે સૌના હોંશ ઉડાવીને રાખી દીધા છે.

એક મહિલાએ તેના પતિ વિશે જબરદસ્ત ખુલાસો કર્યો છે. મહિલાનું કહેવું છે કે તેણે તેના પતિના મોતના ખોટા સમાચાર ચારે બાજુ ફેલાવ્યા. તેની પાછળનું કારણ એ છે કે તે અન્ય મહિલા સાથે રહે છે. આ મહિલાનું નામ અનીસા રોસી છે, જે કેલિફોર્નિયામાં રહે છે. તેણે આ કેસને લઈને એક વીડિયો પણ જાહેર કર્યો છે.

કેલિફોર્નિયામાં રહેતી અનીસા રોસી નામની મહિલાને ફોન આવ્યો કે તેના પતિએ આત્મહત્યા કરી લીધી છે. આ સમાચાર પછી તે તેના અંતિમ સંસ્કારની તૈયારી શરૂ કરી. પરંતુ પછી ખબર પડી કે તે જીવિત છે અને અન્ય જગ્યાએ અન્ય મહિલા સાથે રહે છે. તે જેની સાથે રહે છે તે મહિલાનું તેની સાથે 6 વર્ષથી અફેર ચાલી રહ્યું છે. મહિલાએ વીડિયો જાહેર કર્યો અને કહ્યું કે જ્યારે આ વાત સામે આવી ત્યારે અમે બધા ચોંકી ગયા.

 

View this post on Instagram

 

A post shared by HOODSFINEST 🔌 (@thehoodsfinest)

મહિલાએ જણાવ્યું કે તેણે માની લીધું હતું કે તેનો પતિ મરી ગયો છે, પરંતુ પાછળથી ટિકટોક પર એક અજાણ્યા વ્યક્તિ તરફથી મેસેજ આવ્યો કે તેનો પતિ જીવિત છે. મહિલાના પતિનું નામ ટિમ જણાવવામાં આવી રહ્યું છે. હવે આ સમાચાર સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર પણ વાયરલ થવા લાગ્યા છે. બીજી તરફ, એવા પણ સમાચાર છે કે અનીસા રોસીના પતિએ આ આરોપોને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે તેણે કોઈ મોતનું નાટક કર્યું નથી.

Niraj Patel