ખબર

થિયેટરમાં ફિલ્મ દરમિયાન વોશરૂમ ગયેલી પત્નીનો મોબાઈલ હાથ લાગતા જોયું એવું કે પત્નીને ઝીંકી દીધા ધડાધડ લાફા, વાંચો સમગ્ર મામલો

સોશિયલ મીડિયા અને આજના આધુનિક જમાનાના વૈભવના કારણે સંબંધોમાં વિશ્વાસનું સ્તર ઘટતું જાય છે,પ્રેમ સંબંધોમાં પણ હવે તો વિશ્વાસ નથી રહ્યો ત્યારે 7 જન્મનું બંધન ગણાતા લગ્નના સંબંધમાં પણ વિશ્વસની બાબતમાં કંઈક એવું જ થતું જોવા મળે છે.

Image Source

આવા જ એક સમાચાર હાલ અમદાવાદમાંથી આવ્યા છે જ્યાં પતિ અને પત્ની થિયેટરમાં ફિલ્મ જોવા ગયા અને ઈન્ટરવલ દરમિયાન પત્ની પતિ પાસે પોતાનો મોબાઈલ છોડી અને વોશરૂમ ગઈ ત્યારે પતિએ મોબાઈલ ચેક કરતા તેમાંથી એવી વસ્તુ નીકળી કે પતિએ પત્નીને ધડાધડ લાફા ઝીંકી અને ધક્કો મારી નીચે પાડી દીધી.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદમાં રહેતા એક યુવકના લગ્ન 23 વર્ષીય અમદાવાદમાં જ રહેતી એક યુવતી સાથે થયા હતા, પરંતુ યુવતીનો અભ્યાસ શરૂ હોવાના કારણે તે પોતાના માતા-પિતા પાસે પિયરમાં જ રહેતી હતી. આ યુગલોના લવ મેરેજ હતા.

Image Source

ગઈકાલે રાત્રે બંનેએ ફિલ્મ જોવાનો પ્લાન બનાવ્યો અને અમદાવાદના જ એક થિયેટરમાં ફિલ્મ જોવા માટે ગયા, ફિલ્મમાં ઇન્ટરવેલ દરમિયાન પત્ની બહાર વોશરૂમ જવા માટે ગઈ ત્યારે પતિ પાસે જ તેનો મોબાઈલ હતો, પતિને આ સમયે પત્નીના મોબાઈલમાં થોડી જાસૂસી કરવાનું મન થયું અને તેને વૉટ્સએપના મેસેજ ફંફોસવાનું શરૂ કર્યું.

Image Source

મેસેજ ચેક કરતા જ એક યુવક સાથેની ચેટ જોવા મળી, જેના કારણે પતિને ગુસ્સો આવી ગયો અને વોશરૂમ જઈને પાછી આવેલીઓ પત્નીને પાછી થિયેટરની બહાર ખેંચી જઈને, ધડાધડ લાફા ઝીંકી દીધા હતા અને બીભત્સ ગાળો બોલી તેને ધક્કો મારી અને ત્યાં જ પાડી દીધી હતી.

આસપાસના લોકો પણ આ ક્ષણે ભેગા થઇ ગયા હતા અને ધક્કો માર્યા પછી તે તેની પત્નીને ત્યાં જ છોડી અને ચાલ્યો ગયો હતો, પત્નીને પણ ઉપરાઉપરી લાફા પડવાના કારણે ચક્કર આવી ગયા હતા અને ધક્કો મારતા તે જમીન ઉપર પડતાં માથાના ભાગમાં સામાન્ય ઇજા પણ પહોંચી હતી.

Image Source

તે યુવતી પોતાના હોર્સ સાંભળી ઉભી થઇ અને રિક્ષામાં પોતાના ઘરે પહોંચી હતી, ઘરે પહોંચીને બનેલી ઘટના પોતાના મમ્મી પપ્પાને જણાવતા તેમની સલાહથી પોલિશ ફરિયાદ દાખલ કરી હતી. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી યોગ્ય કાર્યવાહી કરવાનું જણાવ્યું હતું.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.