વાયરલ

પતિ જીત્યો હતો સરપંચની ચૂંટણી તો પત્ની થઇ ગઈ એટલી ખુશ કે પતિને ખભે બેસાડીને બરાબરની નાચી, જુઓ વીડિયો

ગુજરાતમાં હાલ જ ગ્રામ પંચાયતની ચુટંણીનો માહોલ શાંત થયો છે, જેમાં ગત રવિવારના રોજ સરપંચ અને ગ્રામસભ્ય માટેની ચુટંણીનું મતદાન પૂર્ણ થયું અને મંગળવારના રોજ તેનું પરિણામ પણ જાહેર થયું. જેમાં જીતેલા સરપંચ અને સભ્ય ખુશીઓ માનવતા પણ જોવા મળ્યા હતા. તેમના વિજયી થતા જ વરઘોડા પણ કાઢવામાં આવ્યા હતા, જેના ઘણા વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયા છે.

ગુજરાતના એક ગામનો પણ વીડિયો વાયરલ થયો હતો, જેમાં એક સાસુ પોતાના જમાઈ સરપંચની ચૂંટણી જીતતા જમાઈને ખભે બેસાડીને નાચતા જોવા મળ્યા હતા, ત્યારે હવે વધુ એક વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે, જેમાં પત્ની પોતાના પતિને ખભે બેસાડીને નાચતી જોવા મળી રહી છે.

મીડિયા રિપોર્ટ અનુસાર આ વીડિયો જાન્યુઆરી 2021નો છે. જેમાં પુણેના ખેડ તાલુકામાં પાલુ ગામમાં જોવા મળ્યો હતો. જ્યાં પતિએ પત્નીને નહીં પરંતુ પત્નીએ પતિને ખભે બેસાડ્યો હતો. કારણ કે પતિ સરપંચની ચૂંટણી જીતી ગયો હતો અને જીતની ખુશીમાં જ પત્ની પતિને ખભે બેસાડીને નાચવા લાગી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થયો હતો.

પાલુ ગ્રામપંચાયતમાં સંતોષ શકંર ગુરવે 221 વોટથી પોતાના નજીકના પ્રતિદ્વંધીને હરાવ્યો હતો, તેમની આ જીત ઉપર તેની પત્ની રેણુકાની ખુશીનું ઠેકાણું ના રહ્યું. રેણુકાએ જોશમાં આવીને પોતાના પતિ સંતોષને ખભા ઉપર બેસાડી લીધો અને નાનું વિજય સરઘસ કાઢ્યું હતું.

સંતોષ શંકરે પણ જીતનો આ તાજ તેની પત્નીના માથે રાખી દીધો અને કહ્યું કે જો પત્ની ઘરે ઘરે જઈને પ્રયત્ન ના કરતી મારી જીત સંભવ નહોતી. સંતોષ શંકર જાખ માતા દેવી ગ્રામ વિકાસ પેનલથી ચૂંટણી લડ્યો હતો અને આ પેનલમાં તેને 7માંથી 6 સીટ મેળવી હતી.