રિસાયેલી પત્નીને મનાવવા માટે તેના ઘરની બહાર 31 કલાક સુધી બેસી રહ્યો પતિ, અને પછી થયું એવું કે…..

આપણે ત્યાં પતિ અને પત્નીના સંબંધ વિશે કહેવામા આવે છે કે આ એક જન્મનો નહિ પરંતુ સાત જન્મનો સંબંધ હોય છે, પરંતુ આજકાલ સમાજની અંદર એવી એવી ઘટનાઓ સામે આવે છે કે તે જાણીને સૌ કોઈને આઘાત લાગે. પત્ની અને પતિના શ્રેષ્ઠ પ્રેમના પણ ઘણા પુરાવાઓ જોવા મળે છે, ત્યારે હાલમાં એક મામલો સામે આવ્યો છે તે ખરેખર ચોંકાવનારો છે.

લગ્નની વર્ષગાંઠ ઉપર પત્ની સાસરીમાંથી પિયર ગયેલી પત્ની પરત ના આવી તો વાત કરવા માટે પતિ અજમેરથી આગ્રા ચાલ્યો ગયો. પરંતુ સાસરીવાળાએ ઘરનો દરવાજો ના ખોલ્યો. પત્ની પણ બહાનું કાઢી અને કોઈ સંબંધીના ઘરે ચાલી ગઈ. જેના બાદ પતિ સાસરીયાના ઘરની બહાર એક બે કલાક નહિ પરંતુ 31 કલાક સુધી બેઠો રહ્યો. છતાં પણ પત્ની આવી નહીં. છેવટે કંટાળીને તે પોતાના ઘરે પાછો ચાલ્યો ગયો.

આ મામલો આગ્રાનો છે. રાજસ્થાનના અજમેરના વૈશાલી નગરમા રહેવા વાળા અવિનાશ વર્માના લગ્ન 2 મે 2015ના રોજ સુલહકુલ નગરની રહેવા વાળી યુવતી સાથે થયા હતા. અવિનાશ એક એકાઉન્ટન્ટ છે. તેના પિતા સેવાનિવૃત્ત તલાટી છે. અવિનાશના જણાવવા ઉપર લગ્નની પહેલી વર્ષગાંઠ ઉપર પત્ની બ્યુટીપાર્લરમાં તૈયાર થવાનું બહાનું કાઢીને ઘરેથી નીકળી ગઈ. જેના બાદ તે પરત નથી ફરી.  તેને પત્નીને ફોન કર્યો અને તે થોડીવારમાં આવવાનું બહાનું બનાવતી રહી. ઘણા કલાકો બાદ ખબર પડી કે તે પિયર ચાલી ગઈ છે.

અવિનાશ તેની પત્નીને લેવા માટે સાસરીમાં આવ્યો. સાસરીવાળાએ આશ્વાસન આપ્યું કે ત્રણ દિવસ બાદ તે તેને મોકલી દેશે. તે સાસરીવાળાની વાત ઉપર વિશ્વાસ કરીને ચાલ્યો આવ્યો. થોડા દિવસ બાદ અવિનાશના ઘરે અજમેર પોલીસ આવી. ત્યારબાદ ખબર પડી કે પત્નીએ ઉત્પીડનની ફરિયાદ મહિલા આયોગમાં કરી છે. પતિ વિરુદ્ધ તપાસના આદેશ અજમેર પોલીસને આપવામાં આવ્યા છે.

પત્નીએ અવિનાશ વિરુદ્ધ દહેજ માટે ઉત્પીડનનો કેસ દાખલ કરાવ્યો છે, આ ઉરપટ તેના વિરુદ્ધ ભરણ પોષણની પણ અરજી કરી છે. અવિનાશને તેના માતા પિતાએ સંપત્તિમાંથી બેદખલ કરી નાખ્યો, તેની નોકરી છૂટી ગઈ. પત્ની ફોન ઉપર વાત કરે છે પરંતુ ઘરે આવવા માટે તૈયાર નથી થઇ રહી.

અવિનાશ 22 મેના રોજ સવારે 9 વાગે આગ્રા આવ્યો હતો. તેનું કહેવું હતું કે તે પત્નીને પૂછવા માંગે છે કે તે સાથે રહેવા માંગે છે કે અલગ થવા માંગે છે. પરંતુ અવિનાશના આવવા ઉપર પત્ની સંબંધીને ત્યાં ચાલી ગઈ. ફોન કરવા છતાં પણ તે ના આવી. ત્યારબાદ ફોન ઉઠાવવાનું બંધ કરી દીધું. રાત્રે અવિનાશ સાસરીના ગેટની બહાર જ ધરણા ઉપર બેસી ગયો. આખી રાત ત્યાંજ વિતાવી. રવિવારે પણ ઘરની બહાર જ બેઠો રહ્યો. સાંજે ચાર વાગે તે પોતાના ઘરે પરત જવા માટે નીકળ્યો.

એક તરફ અવિનાશની સાસરી વાળા તેને ઘરમાં નહોતા ઘુસવા દઈ રહ્યા તો તો બીજી તરફ ફળિયાના એક પરિવાર દ્વારા તેને બેસવા માટે ખુરશી આપવામાં આવી. રાત્રે સુવા માટે પલંગ પણ આપવામાં આવ્યો. લોકો જમવાનું પણ આપવા માટે કહી રહ્યા હતા. પરંતુ અવિનાશે જમવાનું ઓનલાઇન ઓર્ડર કરીને મંગાવી લીધું.

Niraj Patel