દુલ્હને લગ્નના 5 મહિના સુધી ના મનાવી સુહાગરાત, બાદમાં કારણ જાણી પતિના ઉડી ગયા હોંશ
લગ્ન બાદ બધા કપલ્સમાં સુહાગરાતને લઇને ઘણી ઉત્સુકતા હોય છે. કપલ્સ લગ્નના ઘણા સમય પહેલા સુહાગરાતને લઇને તૈયારિઓ શરૂ કરી દેતા હોય છે. પરંતુ અમે તમને આજે એક એવો કિસ્સો જણાવવા જઇ રહ્યા છીએ જેણે બધાના હોંશ ઉડાવી દીધા. આ કિસ્સો ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરનો છે. જયાં લગ્ન બાદ દુલ્હન વિશે જાણી તેના સાસરાવાળા હેરાન રહી ગયા હતા.

ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લાના રહેવાસી યુવકના 28 ઓક્ટોબર 2020ના રોજ સહારનપુર નિવાસી યુવતિ સાથે લગ્ન થાય છે. પરિવારજન ખુશી સાથે યુવતિને દુલ્હન બનાવી ઘરે લઇ ગયા હતા. દુલ્હને કેટલાક મહિના સુધી બહાના બનાવી પતિને પાસે ના આવવા દીધો. શક થવા પર તેનો મેડિકલ ચેકઅપ કરાવ્યો તો તે કિન્નર નીકળી.

યુવક અને તેના પરિવારે દુલ્હનના પિયરવાળા પર આરોપ લગાવ્યો છે. એવામાં દુલ્હનના સાસરવાળા પર આરોપ લગાવતા કહ્યુ કે, સાસરાવાળાએ તેને જબરદસ્તી બંધક બનાવીને રાખી છે. પોલિસે પણ આ મામલે તરત જ એક્શન લઇ લીધુ હતુ અને યુવતિને તેના પરિવારવાળાને સોંપી દીધી હતી.

યુવકના પરિવાારજનોએ જણાવ્યુ કે, લગ્ન સમયેે તેની કિન્નરની વાત તેઓએ છૂપાવીને રાખી હતી. લગ્ન બાદથી જ તેણે યુવકને નજીક આવવા દીધો ન હતો. શક થવા પર પતિએ સર્જરી અને સંબંધ બનાવવાનું દબાણ કર્યુ હતુ. આરોપ છે કે, તલાક લેવા કહ્યુ તો તેણે જૂઠ્ઠા કેસમાં ફસાવવાની ધમકી પણ આપી હતી.