દહેજમાં BMW સહિત અનેક વસ્તુઓ આપવા છત્તાં પણ ન ધરાયા સાસરિયા, કરી કિંમતી વસ્તુઓ અને ફર્નીચરની માંગ, આખરે કંટાળી પરણિતાએ ભર્યુ એવું પગલુ કે…

‘BMW તો આપી હવે ફર્નીચર માંગી રહ્યા છે…’ પરણિતાની મોત બાદ પતિ અને માતા-પિતાની ધરપકડ

ગુજરાત સહિત દેશભરમાંથી અવાર નવાર આપઘાતના કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર પ્રેમમાં નાસીપાસ થઇ જવાને કારણે તો ઘણીવાર પારિવારીક પરેશાનીઓને કારણે તો ઘણીવાર આર્થિક તંગીને કારણે કેટલાક લોકો આપઘાત કરતા હોય છે. ઘણીવાર તો પરણિત મહિલાઓ સાસરિયાના ત્રાસને કારણે તો ઘણીવાર દહેજ માટે પરેશાન કરતા હોવાને કારણે આપઘાત કરતી હોય છે. હાલમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. મહારાષ્ટ્રના પુણેમાં એક પરણીત મહિલાએ આત્મહત્યા કર્યા બાદ પતિ અને સાસુ-સસરા સહિત ત્રણ લોકો સામે દહેજની માંગણી કરવાનો આરોપ લગાવ્યો છે.

પોલીસે આલંદીના તીર્થ વિસ્તારમાં રહેતા પતિ અને તેના માતા-પિતા સામે ગુનો નોંધીને તેમની ધરપકડ કરી છે. પરણિત મહિલાની સાસુ વૈજયંતી ઉમર્ગીકર આલંદી મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રમુખ છે જેઓ ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પર ચૂંટણી જીત્યા હતા. બીજી તરફ મૃતકની માતા પુણે નજીક આવેલા પિંપરી ચિંચવડ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલર છે, જ્યારે પિતા વેપારી છે. મૃતક પ્રિયંકાને દહેજમાં કિંમતી ઘરેણાં સાથે BMW કાર પણ આપવામાં આવી હતી.

જે બાદ પણ પ્રિયંકાના સાસરિયાઓની કથિત રીતે દહેજની ભૂખ અટકી ન હતી. લગ્ન પછી પણ પ્રિયંકા પાસે અલગ અલગ કિંમતી સામાન અને ફર્નિચરની માંગણી તેના સાસરિયા દ્વારા કરવામાં આવતી હતી. આટલું બધું આપવા છતાં પતિ, સાસુ, સસરા તેની અવગણના કરી રહ્યા હતા, જેના કારણે તેને ઘણી તકલીફ પડી રહી હતી, તેણે મૃત્યુ પહેલા તેના પિતાને ફરિયાદ પણ કરી હતી. જણાવી દઇએ કે, 10 જૂનના રોજ પ્રિયંકાની લાશ લટકતી હાલતમાં મળી આવી હતી.

માહિતી મળતાં જ આલંદી પોલીસ ઘટના સ્થળે પહોંચી અને દોરડું બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડી હતી. આ ઘટના બાદ પ્રિયંકાનો એક ઓડિયો કોલ રેકોર્ડિંગ પણ સામે આવ્યો છે. જેમાં તે તેના પિતાને કહી રહી છે કે કેવી રીતે સાસરીયાઓ ઘરનું ફર્નિચર લેવા માટે પૈસાની જીદ કરતા હતા. પ્રિયંકાના પરિવારજનોએ પોલીસમાં દહેજની માંગણી અને તેને આત્મહત્યા કરવા મજબૂર કર્યાની ફરિયાદ નોંધાવી છે અને દહેજ માટે પુત્રી પર ત્રાસ ગુજારવાનો આરોપ લગાવ્યો છે. તેમણે દોષિતો સામે કડક કાયદાકીય કાર્યવાહીની માંગ કરી છે.

સૌજન્ય આભાર : આજ તક

Shah Jina