ખબર

આખો દિવસ મોબાઈલમાં વ્યસ્ત રહેતી પત્નીના ફેસબુકમાં 6 હજાર ફોલોઅર્સ જોઈને પતિએ કરી તેની હત્યા, વાંચો સમગ્ર મામલો

આજના સમયમાં મોબાઈલ એક વ્યસન બની ચૂક્યું છે, રસ્તામાં ચાલતા ચાલતા પણ લોકો મોબાઈલ મચેડતા જ જોવા મળે, આજે મોટાભાગના લોકો સમય ના હોવાની ફરિયાદ કરે છે પરંતુ એમની પાસે મોબાઈલમાં કલાકો સુધી વ્યસ્ત રહેવાનો સમય છે અને તેમાં પણ સોશિયલ મીડિયામાં તમે અડધી રાત્રે પણ જોશો તો ઘણા લોકો તમને એક્ટિવ જોવા મળશે, આજે સંબંધોમાં ભલે એકબીજાને સમય ના આપી શકે પણ સોશિયલ મીડિયામાં બધા પોતાનો સમય જરૂર આપશે.

Image Source

આવી જ એક ઘટના જયપુરથી સામે આવી છે જેમાં એક યુવકની પત્ની સતત મોબાઈલમાં જ વ્યસ્ત રહેતી હતી જયારે પતિએ તપાસ કરી તો ફેસબુકમાં તેના 6 હજાર ફોલોઅર્સ જોઈને ચોંકી ઉઠ્યો અને ત્યારબાદ એકદિવસ ફરવાના બહાને બોલાવી તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી.પ્રાપ્ત માહિતી અનુસાર જયપુરમાં રહેતા એક 26 વર્ષીય યુવકને તેની 22 વર્ષીય પત્ની સાથે પત્નીના આખો દિવસ ફોન ઉપર વ્યસ્ત રહેવાના કારણે અવાર નવાર ઝગડા થતા હતા, આ ઝગડાના કારણે જ પત્ની પોતાના પિયર પણ ચાલી ગઈ હતી, બંનેને એક ત્રણ મહિનાનું બાળક પણ છે.

રોજ રોજના ઝગડાથી કંટાળેલા યુવકે પત્નીને ફેસબુકમાં 6 હજાર કરતા પણ વધારે ફોલોઅર્સ જોઈને મોતને ઘાટ ઉતારવાનો પ્લાન બનાવી લીધો. સમાધાન કરવાના બહાને પત્નીને તેના પિયર લેવા માટે ગયો અને ત્યાંથી આખો દિવસ ફેરવી અંધારું થતા જ જયપુર દિલ્હી હાઇવે ઉપર આવીને પત્નીનું ગળું દબાવી તેને મોતને ઘાટ ઉતારી દીધી. પત્નીની ઓળખ છતી ના થાય એ માટે પતિએ પથ્થરથી તેનો ચહેરો પણ ખરાબ કરી નાખ્યો અને તેની લાશને હાઇવે ઉપર જ નાખી દીધી.

Image Source

પોલીસને બાતમી મળતા તપાસ હાથ ધરી અને ખૂની પતિની ઓળખ પણ છતી થઈ ગઈ ત્યારે પોલીસે આરોપી પતિને પકડી લીધો હતો, પૂછપરછ દરમિયાન માલુમ પડ્યું કે પત્નીના 6 હજાર કરતા વધારે ફોલોઅર્સ હોવાના કારણે અને આખો દિવસ મોબાઈલમાં જ વ્યસ્ત રહેવાના કારણે તેને પત્નીની હત્યા કરી છે, સાથે તેના ચારિત્ર્ય ઉપર પણ શંકા હોવાની કબૂલાત આરોપી પતિએ કરી હતી.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.