વાયરલ

વૉક કરવાના બહાને પતિ પહોંચી ગયો તેની ગર્લફ્રેન્ડને મળવા માટે, પાછળથી આવી પત્ની અને પછી… જુઓ વીડિયોમાં

આજે પતિ પત્ની અને વોના બનાવો ઘણા સામે આવી રહ્યા છે, લગ્નેત્તર સંબંધોની વાતોમાં આજે નવાઈ નથી, પરંતુ જયારે આવા કિસ્સાઓ સામે આવે છે ત્યારે ખરેખર જોવા જેવી થાય છે, હાલ આવી જે એક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહ્યો છે, જ્યાં વૉક કરવા માટે ગયેલા પતિનો પતિએ પીછો કર્યો અને પતિ તેની ગર્લફ્રેન્ડ સાથે બેસતા રંગેહાથ ઝડપી લીધો હતો.વાયરલક થઇ.

વાયરલ થઇ રહેલા વીડિયોની અંદર એક પતિને તેની પ્રેમિકા સાથે એક  પાર્કની અંદર હાથમાં હાથ પકડી અને એક બેન્ચ ઉપર બેઠેલો જોઈ શકાય છે અને પછી પાછળથી તેની પત્ની વીડિયો ઉતારતી ઉતારતી આવી રહી છે, જયારે પત્ની તેના પતિ અને પ્રેમિકાની પાછળ જઈને ઉભી રહીને બોલે છે ત્યારે તેની પતિ અને પ્રેમિકા ભાગવા લાગે છે.

વાયરલ વીડિયોની અંદર આગળ જોઈ શકાય છે કે પત્ની તેના પતિને કહી રહી છે કે “સારું તો આ જોગિંગ થઇ રહ્યું છે…રોજ બે બે કલાક સુધી જોગિંગ કરો છે અને એક ગ્રામ પણ વજન ઓછું નથી થઇ રહ્યું, તો શું થઇ રહ્યું છે આ, ઉભા રહો… ઉભા રહો.. તમને મારા સમ છે !” પરંતુ પતિ પછી પત્નીનું સાંભળવા નથી રહેતો અને દોડીને ભાગી જતો જોવા મળી રહ્યો છે. જેના બાદ પત્ની કહી રહી છે કે, “હવે તમે ઘરે આવો..  જોઉં છું.”

 

View this post on Instagram

 

A post shared by Bhutni_ke (@bhutni_ke_memes)

સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે, અને ઘણા લોકો કોમેન્ટમાં પોતાના પ્રતિભાવ પણ આપી રહ્યા છે, ઘણા લોકો પતિની આ હરકત ઉપર તેને ખરી ખોટી સંભળાવી રહ્યા છે તો ઘણા લોકો હસી પણ રહ્યા છે. આ વીડિયો ક્યાંનો છે અને ક્યારનો છે તેના વિશે હજુ કોઈ માહિતી નથી મળી રહી. પરંતુ લોકો આ વીડિયોને ખુબ જ શેર કરી રહ્યા છે.