રાજકોટ : બિઝનેસ પાર્ટનર સાથે પત્નીના હતા આડાસંબંધ, પતિએ કરી દીધી કરપીણ હત્યા, પછી લાશ પાસે બેસી બનાવ્યો વીડિયો

ગુજરાતમાંથી ઘણીવાર ચકચારી હત્યાના મામલા સામે આવે છે, ત્યારે હાલમાં જ રાજકોટમાંથી હચમચાવી નાખે એવી હત્યાનો મામલો સામે આવ્યો. અંબિકા ટાઉનશિપમાં આવેલ શાંતિવન સોસાયટીમાં રહેતા એક પતિએ તેની પત્નીની માથામાં પથ્થરનો બ્લોક મારીને હત્યા કરી નાખી અને તે બાદ વીડિયો પણ બનાવ્યો. જો કે, તેણે સામેથી જ પોલીસ સમક્ષ સરેન્ડર કરી દીધું હતું.

Image Source

હાલ તો પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. આરોપી પતિએ વીડિયોમાં જણાવ્યું હતું કે, મારી પત્ની ખરાબ હતી એટલે મેં તેને મારી નાખી, તેણે મારા મિત્ર સાથે આડા સંબંધો બાંધ્યા અને હું સામેથી પોલીસ સામે સરન્ડર કરું છું, મને માફ કરજો.’ પ્રાપ્ત જાણકારી અનુસાર, રાજકોટના તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા અંબિકા ટાઉનશીપ શેરી નંબર 3માં આવેલ શાંતિ નિવાસ નામના એપાર્ટમેન્ટની બી વીંગમાં રહેતી 34 વર્ષિય અંબિકા શિરોડીની તેના પતિ ગુરૂપા શિરોડીએ માથાના ભાગે પથ્થરના બ્લોક વડે 4થી 5 જેટલા ઘા મારી હત્યા કરી હતી.

Image Source

જો કે, પત્નીની હત્યા કર્યા બાદ તેણે લાશ પાસે બેસી વીડિયો બનાવ્યો અને ત્રણ કલાક પછી પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી જણાવ્યુ કે તેણે પત્નીની હત્યા કરી છે અને તે પોતે આત્મસમર્પણ કરવા માંગે છે. આ ઘટના રાતના બેથી અઢી વાગ્યા આસપાસ બની હોવાનું સામે આવ્યું છે. સવારે સાડા પાંચ વાગ્યા આસપાસ ગુરુપા શિરોડીએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો.

Image Source

ઘટનાની જાણ થતા જ ગણતરીની મિનિટોમાં જ તાલુકા પોલીસની પીસીઆર વાન ઘટના સ્થળ પર પહોંચી હતી. મહિલાની હત્યા પાછળનું કારણ તેના અનૈતિક સંબંધ હોવાનું હાલ સામે આવી રહ્યું છે. પોલીસ દ્વારા આરોપીના મિત્ર અને બિઝનેસ પાર્ટનર નગા કામલિયાની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. એવી માહિતી સામે આવી છે કે આરોપી કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલો હતો અને તેના લગ્નને 17 વર્ષ થયા હતા.

Shah Jina