ખબર

પત્ની ઉપર પતિને હતો શક, બાઈક ઉપર દીકરા સાથે બહાર જતા રસ્તામાં જ થયો ઝઘડો, અને પછી પતિએ કર્યું ધ્રુજાવી દેનારું કામ

પતિ દેવને પત્નીના લફરાંની શંકા હતી અને ચાલુ બાઈકે બંને વચ્ચે થયો ઝઘડો, પછી જે થયું એ ધ્રુજાવી દેશે

આજના સમયમાં પતિ અને પત્ની વચ્ચેના ઝગડા મોટાભાગે થતા જોવા મળે છે, સમય જેટલો આધુનિક બની ગયો છે એટલો જ વિશ્વાસ પણ તૂટવા લાગ્યો છે, પરંતુ ઘણીવાર આ ઝગડાઓનું પરિણામ એટલું ખરાબ આવતું હોય છે કે તેની કલ્પના પણ કરવી મુશ્કેલ બને છે.

Image Source

આવી જ એક ઘટના હાલ સામે આવી છે જેમાં પતિ પત્ની અને તેમનો દીકરો બાઈક ઉપર બહારગામ જઈ રહ્યા હતા, એ દરમિયાન જ પતિ પત્ની વચ્ચે ઝગડો શરૂ થઇ ગયો અને પતિએ રસ્તામાં જ બાઈક ઉભી રાખી પત્ની સાથે એવું કર્યું કે એ જોઈને દીકરો પણ ચીસ પાડી ઉઠ્યો.

Image Source

કાળજું કંપાવી દેનારી આ ઘટના સોમવારના રોજ ખરસીદાગ ઓપી ક્ષેત્રના કોચબૉન્ગમાં બની. જેમાં આરોપી પતિ રણજિત કેશરી તેની પત્ની રીતુ અને 7 વર્ષના દીકરા સાથે નામકુમ જઈ રહ્યો હતો. આ સમય દરમિયાન જ  રણજીત અને રીતુ વચ્ચે ઝગડો શરૂ થઇ ગયો. પતિએ પુલની પાસે જ બાકી રોકી દીધી અને તેની પત્નીને મારવા લાગ્યો.

Image Source

આ પતિ પત્ની શરૂઆતથી જ ઝગડતા હતા, અને રસ્તામાં ઝગડો વધતા જ પતિએ એક પુલ પાસે બાઇકને ઉભી કરી, તેન દીકરાને નીચે ઉતાર્યો અને બંને ઝગડતા ઝગડતા જ પુલની નીચે પહોંચી ગયા. ઝગડો એટલો વક્રી ગયો કે પતિએ નીચેથી મોટો પથ્થર ઉઠાવ્યો અને તેની પત્નીના માથામાં મારી દીધો.

Image Source

પોતાની માતાને દર્દથી પીડાતા જોઈને દીકરો પણ ચીસ પાડી ઉઠ્યો અને બુમા બમ કરવા લાગ્યો, તેનો આવજ સાંભળીને રસ્તે પસાર થનારા લોકો ત્યાં આવી પહોંચ્યા. તેમને જોઈને આરોપી પતિ ત્યાંથી ભાગવા લાગ્યો પરંતુ તેને પકડી લેવામાં આવ્યો, તેની પત્નીને સારવાર માટે હોસપીટલમાં ખસેડવામાં આવી પરંતુ તેનું સારવાર દરમિયાન મૃત્યુ થઇ ગયું.

Image Source

આ ઘટનાની માહિતી પ્રમાણે આરોપીની પત્ની રીતુ એક ચાઈલ્ડ સ્કૂલમાં શિક્ષિકા હતી જયારે તેનો પતિ બેકાર હતો, મૃતક પત્નીના ભાઈના જણાવ્યા અનુસાર આરોપી પતિને બીજી મહિલા સાથે સંબંધો હતા, અને તે તેની બહેન સાથે સતત ઝગડતો રહેતો હતો. જયારે આરોપીએ જણાવ્યું કે તેની પત્નીને પરપુરુષ સાથે સંબંધ હતા. અને તેનો સાળો તેને સતત ધમકી આપતો હતો.