ભરૂચ : પતિએ પત્નીની હત્યા કરી હાર્ટ અટેકમાં ખપાવી મૃતદેહ પણ દફનાવી દીધો, પછી અચાનક જ આવી રીતે ફૂટ્યો ભાંડો

ગુજરાતમાંથી અવાર નવાર હત્યાના મામલાઓ ઘણા સામે આવે છે, જેમાંથી કેટલીક હત્યાને તો કુદરતી મોત અથવા તો આપઘાતમાં ખપાવી દેવામાં આવે છે, પણ કહેવાય છે કે કાનૂનના હાથ લાંબા હોય છે અને સત્ય છુપાયે પણ છૂપતુ નથી. મામલો ગમે તે રીતે સામે આવી જાય છે અને આરોપીનો ભાંડો ફૂટી જાય છે. ત્યારે હાલમાં આવો એક કિસ્સો ભરુચ જિલ્લામાંથી સામે આવ્યો. એક પતિએ તેની પત્નીની હત્યા કરી હાર્ટઅટેકમાં ખપાવી અને પછી તેના અંતિમ સંસ્કાર પણ કરી દેવામાં આવ્યા.

File Pic

જો કે, દીકરીનું આકસ્મિત મોત થયા બાદ પિતાને શંકા જતા તેમણે હત્યાની શંકાની પોલીસમાં ફરિયાદ નોંધાવી જે બાદ પોલિસે આ મામલે ભાંડો ફોડ્યો. ફરિયાદ બાદ પોલીસે એસડીએમની મંજુરી બાદ કબ્રસ્તાનમાં દફન કરાયેલો મૃતદેહ બહાર કાઢ્યો અને તેને પીએમ મોકલ્યો. આ કેસમાં પતિએ જ પત્નીની હત્યા કરી હોવાની કબૂલાત કરી અને પછી પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી.

Image source

પ્રાપ્ત માહિતી અનુસાર, ભરુચના અહમદનગરમાં રહેતાં ઝાકીર વલી અહમદ વોરા પટેલની દીકરી રોઝમીના લગ્ન 1 જાન્યુઆરી 2022ના રોજ ખોજમલ ગામમાં રહેતાં આદિલ રફીક વોરા પટેલ સાથે થયા હતા. લગ્ન બાદ બંનેનું લગ્ન જીવન સારુ ચાલતુ હતુ, પણ અચાનક ત્રણેક દિવસ પહેલા દીકરીના સાસરી પક્ષ તરફથી ઝાકીરભાઈને ફોન આવ્યો કે દીકરીનું હાર્ટ અટેકથી મોત થયુ છે.

File Pic

ત્યારે દીકરીના મોતના સમાચાર સાંભળી પરિવાર તો શોકમાં મગ્ન થઇ ગયો અને તરત જ દીકરીના સાસરે પહોંચ્યો. તે બાદ પરણિતાની અંતિમ વિધિ હાથ ધરાઈ પણ આ દરમિયાન દીકરીને સ્નાન કરાવતી વખતે તેની માતાને મોઢા પર કાળા નિશાન અને ગળાના ભાગે નિશાન તેમજ નાક તથા કાનમાંથી લોહી નીકળતું જોયુ. ત્યારે તેમને શંકા ગઇ પણ તેઓ ચૂપ રહ્યા.

Image source

પછી ઘરે પહોંચ્યા બાદ તેઓએ આ વાતની જાણ પતિને કરી અને તે બાદ તેમણે હત્યાની શંકાની ફરિયાદ પોલીસમાં નોંધાવી. જે બાદ પોલીસે મામલતદાર અને એસડીએમની મંજુરી મેળવ્યા બાદ દફન કરાયેલી લાશ બહાર કાઢી અને પીએમ માટે મોકલી આપી. ત્યારે પોલીસે મૃતકના પતિની આકરી પૂછપરછ કરી તો તે ભાંગી પડ્યો અને તેણે જ પત્નીની હત્યા કરી હોવાની કબૂલાત કરી. ત્યારે હવે આ મામલે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Shah Jina