જુનાગઢ : પ્રેમ સંબંધમાં પતિ આડખીલીરૂપ થતા પ્રેમી સાથે મળી પત્નીએ કાઢી નાખ્યું કાસળ, હત્યાને અકસ્માતમાં ખપાવવા કર્યુ એવું કે…

12 વર્ષ જૂની લવસ્ટોરી પર અફેરનો ઘાતકી હુમલો:પતિને કેન્સર થતાં પત્નીએ અન્ય સાથે ચક્કર ચલાવ્યું, પ્રેમી સાથે મળી ભાવેશને પતાવી દીધો, હત્યાને અકસ્માતમાં ખપાવવા બનાવ્યો માસ્ટર પ્લાન

Murder In Junagadh: ગુજરાતમાંથી હત્યાના ઘણા મામલા સામે આવે છે. કેટલીકવાર આવા મામલામાં અંગત અદાવત તો કેટલીકવાર પ્રેમ પ્રકરણ કારણભૂત હોય છે. ત્યારે હાલમાં કેટલાક દિવસ પહેલા જૂનાગઢના માળિયા હાટીનાના વીરડી ગામના એક વ્યક્તિની હત્યા કેસમાં મોટો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં આ હત્યા બીજા કોઇએ નહી પણ તેની પત્નીએ જ પ્રેમ પ્રકરણમાં કરી હતી. મૃતકની પત્નીએ પ્રેમી સાથે મળી પતિ પ્રેમ સંબંધમાં નડતરરૂપ બનતા કાસળ કાઢી નાખ્યુ હોવાનું સામે આવ્યુ. એટલું જ નહિ આ હત્યાનેઅકસ્માતમાં ખપાવવાનો પૂરો પ્રયાસ થયો હતો. ત્યારે પોલીસે મૃતકની પત્ની અને તેના પ્રેમીની ધરપકડ કરી છે.

પતિ પ્રેમ સંબંધમાં નડતરરૂપ બનતા કાસળ કાઢી નાખ્યુ
પ્રાપ્ત જાણકારી અનુસાર, થોડા દિવસ પેહલા જૂનાગઢના માળિયા હાટીનાના વીરડી ગામ નજીક એક 40 વર્ષીય વ્યક્તિની લાશ મળી આવી હતી, જે બાદ પોલિસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો. પોલીસને મૃતકની પત્નીના ફોનમાંથી કેટલાક શંકાસ્પદ મેસેજ મળી આવ્યા અને તે પછી તેની પૂછપરછ કરતા તેણે હત્યાનો ખુલાસો કર્યો હતો.પતિ-પત્ની ઔર વોના મામલામાં હત્યાના બનાવો દિન-પ્રતિદિન વધી રહ્યા છે.ત્યારે આવો વધુ એક મામલો સામે આવ્યા બાદ ચકચારી મચી ગઇ. વીરડી ગામે પુલ નીચેથી મૃતદેહ મળી આવ્યા બાદ સ્થાનિકોએ પોલીસને જાણ કરી અને પોલીસે તપાસ કરી તો આ મૃતદેહ ગામના જ ભાવેશ પરમારનો હોવાનું સામે આવ્યુ.

ભાવેશ પરમારે વર્ષ 2011માં સુધા સાથે કર્યા હતા પ્રેમલગ્ન
પહેલા તો પોલીસને આ બનાવ અકસ્માતનો લાગ્યો કારણ કે બાઇક પુલ નીચે ખાબક્યું હોય એમ જ લાગી રહ્યુ હતું. પણ જ્યારે મૃતદેહના પોસ્ટમોર્ટમ બાદ રિપોર્ટ આવ્યો ત્યારે પોલીસના પગ નીચેથી જમીન સરકી ગઇ. રિપોર્ટમાં હત્યાનો બનાવ હોવાનું સામે આવતા પોલિસ ભાવેશ પરમારની હત્યા કોણે કરી જેવા અનેક સવાલોના જવાબ ઉકેલવામાં લાગી ગઇ. ત્યારે પોલીસને મૃતકની પત્નીના મોબાઇલમાંથી એક ફોટો મળ્યો અને તે આધારે માત્ર ચાર દિવસમાં જ કેસ ઉકેલી નાખ્યો. વીરડી ગામના 40 વર્ષીય ભાવેશ પરમારે વર્ષ 2011માં સુધા સાથે પ્રેમલગ્ન કર્યા હતા. આ લગ્નજીવનથી તેમને બે સંતાનો પણ થયાં.

સુધા અને ભરત એકબીજાના પ્રેમમાં પડ્યા.
ભાવેશ પરમાર ખેતીની સાથે સાથે જમીનની લે-વેચનો વ્યવસાય પણ કરતો. જો કે સમય જતાં ભાવેશને મોઢાનું કેન્સર થયુ અને તેણે ઓપરેશન પણ કરાવ્યું. કેન્સરના ઓપરેશન બાદ તેને બોલવામાં થોડી તકલીફ પડતી. જેને કારણે સુધાને ભાવેશ સાથે અણગમો થયો અને આ દરમિયાન ભાવેશ પરમારે પોતાની આંબલગઢ આવેલી જમીનને વેચવા માટે વીરડી ગામથી નજીકના અમરાપુર ગામમાં રહેતા ભરત વાઢિયા સાથે સુધાની મુલાકાત કરાવી અને સુધા અને ભરત જમીન વેચવા અંગે વાતચીત કરતાં કરતા બંને એકબીજાના પ્રેમમાં પડ્યા. પણ પ્રેમમાં ભાવેશ આડખીલીરૂપ બનતા બંનેએ ભાવેશનો કાંટો કાઢી નાખવાનું નક્કી કર્યુ.

મોકો મળતાં જ માથામાં કુહાડીના હાથાના ઘા માર્યા
ભરત અને ભાવેશની પત્ની સુધાએ રાતે મોકો મળતાં જ માથામાં કુહાડીના હાથાના ઘા માર્યા અને તેની હત્યા કરી દીધી. હત્યા કરતા તો કરી નાખી પણ પકડાઇ જવાનો ડર લાગવાથી બંનેએ હત્યાને અકસ્માતમાં ખપાવવા પ્લાન બનાવ્યો. ભરતે ભાવેશની લાશને બાઇક આગળ મૂકી અને વીરડીથી થોડે દૂર આવેલા પુલ પર પોતે ચાલુ બાઇકમાં ઊતરી ગયો અને ભરતની લાશ સાથે બાઇક પુલથી નીચે પડી. જો કે, પોલિસે પીએમ રીપોર્ટના આધારે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી અને પહેલા પોલીસને મૃતકની પત્ની સુધા પર શંકા ગઇ અને તેની કડક પૂછપરછ કરતાં તે ગલ્લાતલ્લા કરવા લાગી. પોલીસે તેનો મોબાઇલ ચેક કર્યો તો એક શંકાસ્પદ ફોટો મળ્યો અને પછી કડક પૂછપરછમાં સુધા ભાંગી પડી અને પોતાનો ગુનો કબૂલી લીધો.

Shah Jina