અમદાવાદમાં AMCની કચરાની ગાડી ચલાવનાર યુવકે પરિણીતા સાથે ઇલુ ઇલુ ચાલુ કર્યું, પરિણીતાના પતિનો મગજ ગયો અને આવ્યો દર્દનાક અંત

ગુજરાતમાંથી અવાર નવાર હત્યાના અનેક કિસ્સાઓ સામે આવે છે, જેમાં કેટલીક વાર અંગત અદાવતમાં તો કેટલીક વાર અવૈદ્ય સંબંધમાં હત્યા કરી નાખવામાં આવતી હોય છે. છેલ્લા કેટલાક સમયથી અમદાવાદમાંથી હત્યાના ઘણા ચોંકાવનારા કિસ્સાઓ સામે આવી રહ્યા છે, ત્યારે હાલમાં ફરી એકવાર હત્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં અનૈતિક સંબંધો રાખનાર યુવકની હત્યા કરાઈ હોવાનો ખુલાસો થયો છે. મૂળ રાજસ્થાનના અને AMCની કચરાની ગાડી ચલાવનાર યુવકને એક પરિણીતા સાથે અનૈતિક સંબંધો હતા.

પરિણીતાના પતિએ તેને સમજાવ્યો પણ તે માન્યો નહોતો અને આખરે પતિ અને તેના મિત્રએ મળી પીરાણા ખાતે કચરાના ઢગલા નજીક તેની હત્યા કરી દીધી અને લાશને પણ કચરામાં સંતાડી દીધી. તેની લાશ પણ કોહવાઈ ગઈ હતી. જે બાદજ આ મામલે નારોલ પોલીસે ગુનો નોધ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, રમેશ મહીડાએ નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તે કડિયાકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે અને તેનો ભાઇ રાજેન્દ્ર ઉર્ફે રાજુ AMCની કચરાની ગાડી ચલાવતો.

રાજુ મહીડાનો પરિવાર જેમાં પત્ની સુશીલા અને બે બાળકો છે, તે રાજસ્થાન ખાતે રહેતાં હતાં. ત્યારે 7 સપ્ટેમ્બરના રોજ પત્નીએ રાજેન્દ્રને ફોન કર્યો ત્યારે ક્યારે ઘરે આવો છો તેમ પૂછ્યુ. ત્યારે તેણે દાણીલીમડા કચરાના ઢગલાની ગાડીનું કામ પતાવી ગાડી વાસણા મૂકી ઘરે આવીશ તેમ જણાવ્યું.જો કે, રાત્રે 1 વાગ્યે તેણે ફોન કર્યો તો રાજેન્દ્રનો ફોન સ્વિચ ઓફ આવતો હતો અને બીજા દિવસે સવારે તેની પત્ની રાજેન્દ્રને શોધવા માટે ગઇ પરંતુ તે મળ્યો નહિ. આ દરમિયાન સુશીલાએ પરિવારને જાણ કરી અને રાજેન્દ્રની શોધખોળ કરી, પરંતુ કંઇ હાથમાં લાગ્યુ નહિ.

બાદમાં નારોલ ગ્યાસપુર AMCની લેન્ડ ફિલ્ડ ડમ્પ સાઇટ પર એક ખૂણામાંથી એક લાશ મળી હતી. જે બાદ ઓળખ કરાતાં પરિવારે આ લાશ રાજેન્દ્રની હોવાનું ઓળખી કાઢ્યુ. જો કે, લાશને જાનવરો ખાઇ ગયાં અને કોહવાઇ પણ ગઇ હતી. મૃતકનો સાળો સુરપાલ ગરાસીયા જે ડ્રાઇવર તરીકે નોકરી કરતો હતો. તેણે એકાદ વર્ષ પહેલા જ રાજેન્દ્રને નોકરી પર રખાવ્યો હતો. જો કે, રાજેન્દ્રને સાળાની પત્ની સાથે આડાસંબંધ હતા અને તેની જાણ સુરપાલને થતા તેણે બે ત્રણ વખત રાજેન્દ્રને સમજાવ્યો

પરંતુ રાજેન્દ્ર માન્યો નહિ અને આ વાતની અદાવત રાખી તેણ બનેવી રાજેન્દ્રની હત્યા કરવાનું મન બનાવી લીધુ હતું. 7 સપ્ટેમ્બરના રોજ જ્યારે રાત્રે રાજેન્દ્ર અને સુરપાલ બાવળની ઝાડીમાં બેસીને વાતચીત કરતા હતા ત્યારે સુરપાલે બૂમ મારીને યુવકને બોલાવ્યો અને બાદમાં ઠંડુ લેવા માટે સુરપાલે 100 રૂપિયા આપી ગણેશનગર મોકલ્યો. જે બાદ યુવક ઠંડુ લઈને આશરે 10:30 વાગે પરત આવ્યો ત્યારે સુરપાલ તથા ડ્રાઇવર અનિલ રસ્તામાં મળ્યા હતા. તે દરમિયાન રાજેન્દ્ર ક્યાં છે

પીરાણા

ત્યારે સુરપાલે કહ્યું કે, તેને કોઈ કામ આવી જતા તે ઘરે નીકળી ગયો છે. રાજેન્દ્રને લાફા મારી લોખંડના સળિયાના ફટકા મારી તેની હત્યા કરી બાવળની ઝાડીમાં નાખી દીધો હતો. ઉલ્લેખનીય છે કે, મૃતકને આરોપીએ બેથી ત્રણ વખત કઢંગી હાલતમાં ઝડપી પાડ્યો હતો. જેથી તેની હત્યા કરવાનું તેણે નક્કી કર્યું હતું. સમ

Shah Jina