સંસ્કારી નગરી વડોદરામાં 27 વર્ષની પત્નીએ 42 વર્ષના પતિને ઊંઘમાં જ ભયાનક મૃત્યુ આપી, સાંભળીને કાળજું કંપી જશે

હિટલર જેવી ક્રુર નીકળી વડોદરાની આ મહિલા, વીએમસી કવાટર્સમાં 27 વર્ષીય પત્નીએ 42 વર્ષના પતિને કંપારી છૂટી જાય એવું મોત આપ્યું

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હત્યાના બનાવો સતત વધી રહ્યા છે, કોઈ અંગત અદાવતમાં હત્યા કરી દેતા હોય છે તો કોઈની પ્રેમ પ્રસંગોના કારણે હત્યા કરી દેવામાં આવતી હોય છે. તો ઘણીવાર પતિ પત્ની વચ્ચે થતા અણબનાવમાં પણ કોઈની હત્યા કરી દેવામાં આવતી હોય છે, હાલ એવો જ એક મામલો વડોદરામાંથી સામે આવ્યો છે જ્યાં પત્નીએ પતિનું ઊંઘમાં જ કાસળ કાઢી નાખ્યું.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરાના છાણી વિસ્તારમાં આવેલા ટીપી 13 વિસ્તારમાં સોમેશ્વર મહાદેવના મંદિર પાસે આવેલ વીએમસી ક્વાર્ટરમાં ગોરઘનભાઈ વાળંદ, પત્ની કૈલાશ બેન, દીકરો નવીન, તેની પત્ની રંજન અને બે બાળકો સાથે રહે છે. પિતા અને માતા બાજુના મકાનમાં રહે છે જયારે દીકરો નવીન તેની પત્ની રંજન અને બે બાળકો સાથે બીજા મકાનની અંદર રહે છે. ગત રવિવારના રોજ રાત્રીના સમયે અચાનક રંજન બૂમો પાડવા લાગી કે તેનો પતિ નવીન નીચે પડી ગયો છે અને કઈ બોલતો નથી.

જેના બાદ બાજુના મકાનમાંથી ગોરધનભાઈ અને તેમના પત્ની તરત દોડીને આવ્યા અને જોયું તો નવીનના ગળામાં ઇજા પહોંચેલી હતી અને લોહી જામી ગયું હતું. આ ઉપરાંત તેના હાથ પગે પણ ઈજાઓ પહોંચી હતી. જેના બાદ તાત્કાલિક તેને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો અને સાથે પત્ની રંજન ગઈ હતી. જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યો હતો. જેના બાદ  સંબંધીઓ દ્વારા જાણ કરવામાં આવી કે નવીન મોતને ભેટ્યો છે. ત્યારે આ બાબતે નવીનની હત્યા થઇ હોવાનું સામે આવ્યું અને તેની પત્ની રંજન પહેલાથી જ શંકાના ઘેરામાં હતી.

(પ્રતીકાત્મક તસવીર)

જેના બાદ રંજનની કડકાઈથી પુછપરછ કરતા તેણે નવીનની હત્યા કરી હોવાનું જણાવ્યું હતું. રંજને કબૂલાત કરતા જણાવ્યું હતું કે તેનો પતિ તેની સાથે ઘણા લાંબા સમયથી મારઝૂડ કરતો હતો. હત્યાની આગળની રાત્રે પણ તેના ચારિત્ર્ય ઉપર શંકા રાખીને લાત અને ઘુસા મારવા માટે ગયો હતો ત્યારે જ રંજને લોખંડના બોલકથી નવીનનું ગળું દબાવી દીધું અને હલન ચલન બંધ થઇ ગયા બાદ તેના પગ પણ વીજ વાયરથી બાંધી દીધા અને શોક આપ્યો હતો, જેના બાદ તે બાળકો સાથે બીજા રૂમમાં સુવા માટે આવી ગઈ અને સવારે પતિ પડી ગયો છે એવું નાટક કરીને સસરાને બોલાવી લાવી.

Niraj Patel