ખબર

દીકરીની સામે જ બાપે કરી નાખી માતાની નિર્મમ હત્યા, સૂટકેસમાં ભરી લાશ અને સંબંધીઓને કહ્યું કોરોના…

પતિએ પત્નીની હત્યા કરી અને એક મોટી સૂટકેસ ભરીને જતો હતો, દીકરી ઉભી ઉભી જોતી હતી અને પછી…

દેશભરમાંથી હત્યાની ઘટનાઓ અવાર નવાર સામે આવે છે, અને આવી હત્યાની અંદર અંદરના જ લોકોની સંડોવણી હોવાનું પણ સામે આવે છે. ઘણીવાર પતિ પત્નીના ઝઘડામાં પણ એકબીજાની હત્યા કરી દેવાની ખબરો પણ આવતી રહે છે. પરંતુ હાલ જે ખબર સામે આવી છે તે સૌના હોશ ઉડાવી દે તેવી છે.

એક પિતાએ પોતાની દીકરીની સામે જ તેની પત્નીની હત્યા કરી દીધી હોવાનું સીસીટીવી ફૂટેજના આધારે જાણવા મળી રહ્યું છે. આંધ્ર પ્રદેશના તિરુપતિમાં એક સૂટકેસની અંદર લાશના ટુકડા મળવાના કારણે સનસની ફેલાઈ ગઈ હતી. પોલીસ દ્વારા આ શબની ઓળખ ટેક્નોલોજી ક્ષેત્ર સાથે જોડાયેલી 27 વર્ષીય મહિલાના રૂપમાં કરી છે.

મૃતકનું નામ ભુવનેશ્વરી હતું. તે હૈદરાબાદ સ્થિત ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસમાં કાર્યરત હતી. ભુવનેશ્વરી છેલ્લા ઘણા દિવસથી લાપતા હતી. હવે તેના પતિ મરમરેડ્ડી શ્રીકાંત રેડ્ડી ઉપર તેની જ પત્નીની હત્યા કરવાનો આરોપ છે. પોલીસ હવે આ મામલાની અંદર તપાસ કરી રહી છે.

આ બાબતે મળી રહેલી જાણકારી પ્રમાણે આ દંપતી તિરુપતિમાં પોતાની 18 મહિનાની દીકરી સાથે રહેતો હતો. કોરોના મહામારીના કારણે ભુવનેશ્વરી પોતાના ઘરેથી જ કામ કરી હતી. શ્રીકાંત રેડ્ડીએ એન્જીન્યરીંગનો અભ્યાસ કર્યો છે અને તે ભ્રષ્ટાચાર ઉન્મૂલન સંબંધિત ઓનલાઇન સંસ્થા સાથે જોડાયેલો છે. તે છેલ્લા કેટલાક મહિનાથી બેરોજગાર હતો.

તો આ બાબતે પોલીસ અધિકારીએ જણાવ્યું કે તપાસ એ વાત તરફ ઈશારો કરી રહી છે કે ભુવનેશ્વરીની હત્યા કરવામાં આવી છે. તેમને કહ્યું કે શબ 90 ટકા જેટલું બળી ગયું હતું. શ્રીકાંતે સ્ટોરમાંથી એક મોટી સૂટકેસ ખરીદી હતી અને શંકા છે કે તેને જ શબને ઠેકાણે લગાવવાના હેતુથી સૂટકેસ ખરીદી હતી. ત્યારબાદ તેને શબને સળગાવી દેવાનો પ્રયત્ન કર્યો હતો.

તો સીસીટીવી ફુટેજની અંદર શ્રીકાંત પોતાના એપાર્ટમેન્ટમાં લાલ રંગની સૂટેક્સ લાવતો દેખાઈ રહ્યો છે. તેને એક હાથે તેની દીકરીને પકડી છે. ત્યારબાદ તે સુટકેસને બહાર લાવતો પણ દેખાઈ રહ્યો છે. પોલીસ શબના નમૂનાને ફોરેન્સિક તપાસ માટે મોકલી દીધા છે. પોલીસે એમ પણ જણાવ્યું કે શ્રીકાંતે પોતાના સંબંધીઓને કહ્યું હતું કે કોરોનાના કારણે ભુવનેશ્વરીનું મોત થઇ ગયું છે. પરિવારજનોએ હોસ્પિટલથી લઈને મડદાઘર સુધી શબને શોધ્યું હતું.