ખબર

રાજકોટમાં મામૂલી બાબતે પતિએ તલવાર કાઢીને અને પત્નીના પેટમાં ઘોપી દીધી અને પછી….

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ગુનાહિત પ્રવૃત્તિઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે અને તેમાં પણ રાજકોટ મોખરે આવી રહ્યું છે. રાજકોટમાં ધોળા દિવસે હત્યા અને લૂંટના બનાવો પણ સામે આવવા લાગ્યા છે, ત્યારે હાલમાં જ વધુ એકજ હચમચાવી દેનારી ઘટના સામે આવી છે, જેમાં પતિએ તેની પત્નીના પેટમાં તલવાર ઘોપી દીધી હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરના લક્ષ્મીવાડી વિસ્તારમાં આવેલા ગાયત્રી એપાર્ટમેન્ટમાં રહેતા ક્રિષ્ના રાણીંગા નામની મહિલાને તેના પતિ કમલ સાથે રસોઈની બાબતે ઝઘડો થયો હતો. પત્નીએ રસોઈ સારી ના બનાવતા પતિ ગુસ્સે ભરાયો હતો અને તેના ઉપર તલવારથી  હુમલો કર્યો હતો. ક્રિષ્ના રાણીંગાને ગંભીર ઈજાઓ થતા જ તેને બુમાબુમ કરી હતી અને પાડોશીઓ ભેગા થઇ ગયા હતા અને તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતા.

પત્ની ઉપર તલવારથી હુમલો કર્યા બાદ કમલ પણ હાથમાં જ તલવાર લઈને રાજકોટ ભક્તિનગર પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો. પોલીસ સ્ટેશનમાં જઈને કમલે પત્ની ઉપર જીવલેણ હુમલો કર્યો હોવાની હકીકત જણાવી હતી. પોલીસે આ મામલામાં ગુનો નોંધી અને કમલની ધરપકડ કરી હતી અને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.

પોલીસે કમલના પાડોશીઓની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે કમલ  માનસિક રીતે બીમાર છે અને દવા પણ લઇ રહ્યો છે. તેમને સંતાનમાં એક દીકરો પણ છે. તો આ ઘટનાને લઈને ઇજગ્રસ્ત ક્રિષ્ના રાણીંગાના ભાઈ અશોક ભાલાએ જણાવ્યું હતું કે તેમની બહેન અને જીજાજી વચ્ચે છેલ્લા બે મહિનાથી ઝઘડા ચાલતા હતા. આ પહેલા પણ તેમને લાકડીથી બહેન ઉપર હુમલો કર્યો હતો.