શું કળયુગ આવ્યો છે, રાજકોટમાં રંગીલા સોસાયટીમાં પત્ની અને સાસરિયાઓને લીધે આત્મહત્યા કરી

રાજકોટમાં ડ્રાઇવિંગ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા પતિએ કરી આત્મહત્યા, કારણ હતું ચોંકાવનારું

ગુજરાતમાંથી અવાર નવાર આપઘાતના બનાવો સામે આવે છે, જેમાં ઘણીવાર પ્રેમ સંબંધ કે અવૈદ્ય સંબંધ અથવા તો માનસિક હેરાનગતિ મુખ્યત્વે કારણ હોય છે. સામાન્ય રીતે પતિ અને સાસરિયાના ત્રાસથી પરણિતાના આપઘાતના સમાચાર અનેકવાર આવતા રહે છે. પરંતુ હાલમાં ઉલટી ગંગા વહી તેવો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટમાં એક પતિએ પત્ની અને સાસરિયાઓના ત્રાસથી કંટાળી મોતને વહાલુ કરી લીધુ હોવાનું સામે આવ્યુ છે.

પ્રતિકાત્મક તસવીર

આ મામલે પત્ની, સાળા અને સાસુ-સસરા સામે ગુનો નોંઘ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે. ઘટનાની પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટના કુવાડવા રોડ પર આવેલ રંગીલા સોસાયટીમાં કિશન સોલંકી નામનો યુવક રહે છે. તેણે ઘરે જ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધાનો બનાવ બન્યો છે. આ ઘટનાની જાણ થતા જ પરિવારે કિશનને બેભાન હાલતમાં નીચે ઉતાર્યો હતો અને પછી 108ને જાણ કરી હતી.  જે બાદ 108ની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને તે બાદ તપાસ કરતા યુવકને મૃત જાહેર કરાયો હતો.

પ્રતિકાત્મક તસવીર

મામલાની જાણ પોલિસને થતા પોલિસ પણ ઘટનાસ્થળે દોડી આવી અને પંચનામાની કાર્યવાહી કરી લાશને પીએમ અર્થે મોકલી આપી હતી. પોલિસની તપાસમાં સામે આવ્યુ છે કે કિશન ડ્રાઇવિંગ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. છેલ્લા કેટલાક સમયથી તેને પત્ની, સાળા અને સાસુ-સસરા દ્વારા અનેક પ્રકારે હેરાન કરવામાં આવતો હતો. આ ઉપરાંત છૂટાછેડા માટે પણ રૂપિયાની માંગણી કરતા હતા. કિશનને બે ભાઇ અને એક બહેન છે. જેમાં તે વચોટ છે. હાલ તો આપઘાત મામલે પોલિસે સાસરિયા સામે ગુનો નોંધ્યો છે અને તપાસ શરૂ કરી છે.

Shah Jina