પતિના ના કહ્યા બાદ પણ પિયર જઇ રહી હતી પત્ની, ગુસ્સામાં પતિએ રૂમ બંધ કરી ખાઇ લીધો ગળે ફાંસો, પછી પત્નીએ પણ…

ભાઇબીજ પર પિયર જવાની જીદ કરી રહી હતી પત્ની, ગુસ્સામાં પતિએ લગાવી લીધી ફાંસી, પછી…

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

ગુજરાત સમેત દેશભરમાંથી ઘણીવાર આત્મહત્યાના કિસ્સા સામે આવે છે, જેમાં પ્રેમ સંબંધ-અવૈદ્ય સંબંધ, ઘરકંકાસ સહિત અનેક કારણો હોય છે. ત્યારે યુપીના કૌશામ્બી જિલ્લામાંથી હાલમાં એક કિસ્સો સામે આવ્યો, જેમાં ભાઈબીજ પર પિયર જવાને લઈને પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો અને આ ઝઘડો એટલો વધી ગયો કે પતિએ ગળેફાંસો ખાઈ લીધો. આ પછી પત્નીએ પણ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો પરંતુ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને દોરડું કાપી મહિલાને નીચે ઉતારી.

પિયર જવાને લઇને પતિ-પત્ની વચ્ચે થયો વિવાદ

ઘટના બાદ મૃતકના પરિવારજનોમાં ચકચાર મચી ગઈ હતી. પોલીસે યુવકના મૃતદેહને કબજામાં લઈ પીએમ માટે મોકલી આપ્યો છે. આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પતિ-પત્ની વચ્ચે પિયર જવાને લઈને વિવાદ થયો હતો. જે બાદ પતિએ આ પગલું ભર્યું. વાસ્તવમાં આ ઘટના કોખરાજ પોલીસ સ્ટેશન વિસ્તારના ભરવારીમાં બની હતી.

ગુસ્સામાં પતિએ લગાવી લીધી ફાંસી

જ્યાં 30 વર્ષીય દીપક કેસરવાણી મોબાઈલની દુકાન ચલાવીને ગુજરાન ચલાવતો હતો. દીપકના લગ્ન 5 વર્ષ પહેલા એમપીની રહેવાસી શુભાંગી સાથે થયા હતા. બંનેને બે દીકરીઓ પણ છે. ભાઈબીજ દરમિયાન શુભાંગી તેના પિયર જવા માગતી હતી પણ પતિએ જવાની ના પાડતા બંને વચ્ચે ઝઘડો થયો અને વિવાદ બાદ પણ શુભાંગી કપડા પેક કરી પિયર જવા નીકળવા લાગી.

પત્નીનો થયો બચાવ

જે બાદ ગુસ્સે થઈને દીપકે રૂમ બંધ કરીને ગળેફાંસો ખાઈ લીધો. પતિને ફાંસીથી લટકતો જોઈ પત્નીએ પણ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો પણ ત્યાં સુધીમાં માહિતી મળતા પોલીસ પહોંચી ગઈ. પોલિસે શુભાંગીને નીચે ઉતારી અને તેનો જીવ બચી ગયો, પણ દીપકને હોસ્પિટલ લઇ જવામાં આવતા તેને મૃત જાહેર કર્યો. આ ઘટના બાદથી પરિવારજનોની હાલત ખરાબ છે.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Shah Jina