ખબર

સુરત: મિત્ર પાસે ઉધાર લીધેલા રૂપિયા પરત ન કરવા પડે એ માટે થઇને પત્નીને મિત્રને હવાલે કરી…લાંછન રૂપ કિસ્સો

સુરતમાં પૈસાની મેટરમાં પતિએ બૈરી મિત્રને સોંપી દીધી , ત્રણ વર્ષ સુધી મિત્રના હાથે પીંખાતી રહી પત્ની અને છેલ્લે….

ગુજરાતમાંથી અવાર નવાર યુવતિઓ કે મહિલાઓ સાથે છેડતી અને દુષ્કર્મના કિસ્સા સામે આવે છે. પણ હાલ જે કિસ્સો સુરતના કતારગામમાંથી સામે આવ્યો છે, તે ખૂબ જ હેરાન કરી દેનારો અને દાંપત્ય જીવનનો લાંછન રૂપ કિસ્સો છે. ઘટના એવી છે કે પતિએ મિત્ર પાસેથી ઉધાર લીધેલા રૂપિયા પરત ન આપવા પડે તે માટે પત્નીને જ મિત્રને હવાલે સોંપી દીધી અને પત્ની ત્રણ વર્ષ સુધી પતિના મિત્રના હાથે પીંખાતી રહી.

જો કે, આ મામલે પત્નીએ હિમ્મત એકઠી કરી પતિ અને તેના મિત્ર વિરૂદ્ધ બરાત્કાર સહિતની ફરિયાદ દાખલ કરાવી અને પોલીસ દ્વારા પીડિતાની ફરિયાદ મુજબ ગુનો નોંધવામાં આવ્યો. ઘટનાની પ્રાપ્ત જાણકારી અનુસાર, સુરતના કતારગામ ખાતે રહેતી પરણિતાના પતિએ 2017માં તેના મિત્ર મુકેશ પાસેથી 40 હજાર રૂપિયા ઉધાર લીધા હતા અને મુકેશ અવાર નવાર રૂપિયાની ઉઘરાણી કરતો પણ પતિએ રૂપિયા પરત કરવા અંગે અસમર્થતા દાખવી.

જો કે, આ દરમિયાન નરાધમ પતિએ તેની પત્નીને મુકેશને હવાલે કરી દીધી અને રૂપિયા પરત ન આપવા પડે તે માટે તેણે જ્યારે મિત્રની ઈચ્છા હોય ત્યારે પત્નીને ભોગવવા માટે ધરી દીધી. પૈસાની લેતીદેતીમાં પરણિતાને પિસાવાનો વારો આવ્યો અને મુકેશ તેમજ પીડિતાના પતિ વચ્ચે થયેલા આ પ્રકારના સમાધાનને પગલે મુકેશ પતિની હાજરીમાં જ ઘરે આવતો અને પરણિતાની મરજી વિરૂદ્ધ તેના ૫૨ બરાત્કાર ગુજારતો. આવી રીતે પતિના મિત્ર દ્વારા પરણિતા પર ત્રણ-ત્રણ વર્ષ સુધી દુષ્કર્મ ગુજારવામાં આવતું રહ્યુ.

જો કે, આ મામલે પરણિા વિરોધ કરે તો તેનો પતિ તેની સાથે મારઝુડ કરતો. જો કે, ત્રણ વર્ષ સુધી આ નરક જેવું જીવન જીવ્યા બાદ કંટાળેલી પરણિતાએ પતિ સાથે છુટાછેડા લીધા અને ગત રોજ હિંમત એકઠી કરી પતિ અને તેના મિત્ર મુકેશ વિરૂદ્ધ દુષ્કર્મ સહિતની ફરિયાદ દાખલ કરાવી.