સુરતનો આ પતિ, વ્યાજે નાણાં લેતો અને પૈસા ના ભરતા પત્નીને વ્યાજખોરોને સોંપી દેતો, વારંવાર ચૂંથાયા બાદ મહિલાએ કર્યું એવું કે… જાણો સમગ્ર મામલો

પતિ મોજશોખ કરતો,  વ્યાજખોરોને પોતાની બૈરી સોંપી દેતો, હવસના ભૂખ્યા વાજખોરો પણ વારંવાર આચરતા દુષ્કર્મ, જાણો સમગ્ર મામલો

the husband handed over the wife to usurers : ગુજરાત (gujarat) માં છેલ્લા ઘણા સમયથી મહિલાઓ અને યુવતીઓ સાથે દુષ્કર્મ થવાની ઘટનાઓમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. પરણિત મહિલાઓ પણ દુષ્કર્મનો ભોગ બનતી જોવા મળે છે. ત્યારે ઘણી ઘટનાઓ એવી પણ સામે આવે છે જેને જોઈને આપણે પણ હેરાન રહી જઈએ. ત્યારે હાલ એક મામલો સુરત (surat) માંથી સામે આવ્યો છે જેને સાંભળીને તમે પણ હચમચી જશો.

સુરતમાં એક મહિલાએ તેના પતિ પાસેથી છૂટાછેડા લીધા બાદ કતારગામ પોલીસ સ્ટેશનમાં ચાર લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે આરોપ લગાવ્યો છે કે તેના પતિએ વ્યાજખોરો પાસેથી વ્યાજે પૈસા લીધા હતા અને પતિ પૈસા ના આપી શક્યો તો તેના બદલે તેણે પત્નીને વાજખોરોને સોંપી દીધી હતી. જેના બાદ ત્રણેય વ્યાજખોરો તેની સાથે દુષ્કર્મ આચરતા રહ્યા.

આ બાબતે મળી રહેલી વધુ માહિતી અનુસાર મહિલા વર્ષ 2017માં અમરેલી જિલ્લાના એક ગામમાં રહેતી હતી. જ્યાં તેનો પતિ વ્યાજે પૈસા લેતો હતો. જેના બાદ પૈસાની સગવડ ના થતા તે પોતાની પત્નીને વ્યાજખોરોને સોંપી દેતો હતો. મહિલાના પતિએ શ્યામ અને વશરામ નામના વ્યક્તિ પાસેથી 40થી 50 હજાર રૂપિયા લીધા હતા. જે સમયસર ચુકવી ના શક્યો અને પત્નીને વ્યાજખોરોને સોંપતા જ તેઓ મહિલાને પોતાની હવસનો શિકાર બનાવતા રહ્યા.

જેના બાદ ત્યાંથી કંટાળેલી મહિલાએ 2018માં સુરત આવવાનું નક્કી કર્યું. સુરત આવ્યા બાદ પણ તેના પતિની આ કરતૂત ઓછી ના થઇ અને ત્યાંથી રમેશ નામના વ્યક્તિ પાસેથી પૈસા વ્યાજે લીધા. જે પાછા ના આપતા રમેશે ઉઘરાણી કરી ત્યારે મહિલાના પતિએ તેની પત્નીને રમેશને સોંપી દીધી.  જેના બાદ રમેશે પણ મહિલા સાથે અવાર નવાર દુષ્કર્મ આચર્યું હતું.

આ બધાથી કંટાળેલી મહિલાએ વર્ષ 2020માં તેના પતિને છૂટાછેડા આપી દીધા. મહિલાએ પોતાની ફરિયાદમાં એમ પણ જણાવ્યું છે કે તેનો પતિ દારૂ પીવાનો અને જુગાર રમવાની ટેવ પણ ધરાવતો હતો. મહિલાએ એમ પણ જણાવ્યું કે શ્યામ અને વશરામ માથાભારે હોવાથી ત્યારે ફરિયાદ નોંધાવી નહોતી, પરંતુ છૂટાછેડા બાદ પરિવાર દ્વારા આપવામાં આવેલી હિંમતથી તેણે ફરિયાદ નોંધાવી. આ મામલે SC/ST સેલ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જો કે ફરિયાદનો એક મહિનો વીત્યો હોવા છતાં હજુ સુધી કોઈ આરોપીની ધરપકડ કરવામાં નથી આવી.

Niraj Patel