પત્ની સાથે અપ્રાકૃતિક રીતે યૌન સંબંધ બાંધવો બિઝનેસમેનને પડ્યો ભારે, પત્નીએ કર્યો કેસ તો ફાસ્ટ ટ્રેક કોર્ટે સંભળાવી આટલા વર્ષની સજા

અનનેચરલ સેક્સમાં દુર્ગના બિઝનેસમેનને 9 વર્ષની કેદ : મારપીટ કરી પત્ની પર બનાવતો હતો દબાણ, સાસુ-સસરા અને નણંદને પણ મોકલાયા જેલ

છત્તીસગઢના દુર્ગમાં પત્ની સાથે અકુદરતી સંબંધ બાંધનાર પતિને 9 વર્ષની જેલ થઈ છે. આ કેસમાં આરોપીના માતા-પિતા અને તેની બહેનને પણ દોષી ઠેરવવામાં આવ્યા છે અને તેમને પણ સજા ફટકારવામાં આવી છે. ફાસ્ટ ટ્રેક કોર્ટમાં 7 વર્ષની સુનાવણી બાદ આ કેસનો નિર્ણય આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, વૈશાલી નગર વિધાનસભાના નહેરુ નગરમાં રહેતા 42 વર્ષિય બિઝનેસમેન નિમિશ અગ્રવાલના લગ્ન 2007માં થયા હતા.

લગ્નના થોડા દિવસો બાદ જ બિઝનેસમેન નિમિષ તેની પત્નીને દહેજ માટે હેરાન કરવા લાગ્યો અને આટલું જ નહીં તે પત્નીને અકુદરતી સંબંધ બાંધવા માટે પણ દબાણ કરતો. આ દરમિયાન પતિના ત્રાસથી કંટાળીને પત્નીએ 2016માં પતિનું ઘર છોડી દીધું હતું અને તેના પિયરના ઘરે રહેવા લાગી હતી. થોડા સમય બાદ પીડિતાએ બાળકીને જન્મ આપ્યો હતો અને કોર્ટનો સંપર્ક કર્યો.

આ કેસમાં પુરાવા અને નિવેદનોના આધારે, દુર્ગ જિલ્લાની ફાસ્ટ ટ્રેક કોર્ટે આરોપી નિમિષ અગ્રવાલને કલમ 377 માટે દોષિત ઠેરવ્યો અને તેને 9 વર્ષની સખત કેદ અને 10,000 રૂપિયાના દંડની સજા ફટકારી. આ ઉપરાંત , 1 વર્ષની સખત કેદ અને 1000 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો. કોર્ટે પીડિતાના સસરા સુનીલ અગ્રવાલ અને સાસુ રેખા અગ્રવાલને પણ કલમ 323માં દોષિત ઠેરવ્યા છે અને તેમને 10 મહિનાની જેલ અને 1,000 રૂપિયાના દંડની સજા ફટકારી છે.

File Pic

આ સિવાય આરોપીની બહેન નેહા અગ્રવાલને પણ 6 મહિનાની કેદ અને 1000 રૂપિયાના દંડની સજા ફટકારવામાં આવી છે. સજાની જાહેરાત થતાંની સાથે જ દુર્ગ કોતવાલી પોલીસ સ્ટેશને નિમિષ અગ્રવાલની ધરપકડ કરી હતી અને તેનું મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું. આ પછી, તેને સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવ્યો, જ્યાં નિમિષની તબિયત બગડતાં તેને સરકારી દુર્ગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો.

પતિને સજા મેળવનાર પત્નીએ જણાવ્યું કે તેના લગ્ન 2007માં નહેરુ નગરના રહેવાસી નિમિષ સાથે થયા હતા. નિમિષ હંમેશા તેના પર લગ્ન બાદ દહેજ લાવવા માટે દબાણ કરતો હતો, અને શારીરિક-માનસિક ત્રાસ આપતો હતો. આ ઉપરાંત તે તેને અકુદરતી સંબંધો બાંધવા પણ દબાણ કરતો હતો.

Shah Jina