છેલ્લા ઘણા સમયથી આપણા દેશની અંદર મહિલાઓ સાથે અત્યચાર થવાની અને તેમની ઉપર બળાત્કાર થવાની ઘણી જ ઘટનાઓ સામે આવે છે, ઘણીવાર આપણે એવા પણ કિસ્સાઓ જોઈએ છીએ કે પરિવારનું જ કોઈ સદસ્ય મહિલા ઉપર બળાત્કાર કરતું હોય છે, ત્યારે હાલ જે મામલો સામે આવ્યો છે, જેને પતિ પત્નીના સંબંધોને પણ શર્માસાર કરી નાખ્યા છે.
આ મામલો સામે આવ્યો છે મધ્યપ્રદેશના ઈન્દોરમાંથી. જેને જાણીને પોલીસ પણ દંગ રહી ગઈ. જેમાં પ્રેમ-મિત્રતા અને પતિ-પત્નીના પવિત્ર સંબંધોને કલંકિત કરવામાં આવ્યા હતા. અહીં એક પતિ એટલો હેવન બની ગયો કે તેણે લગ્નના બે દિવસ બાદ તેની પત્ની પર ગેંગરેપ કરાવ્યો. આરોપીના હનીમૂન પછી એક દિવસ તેને પોતાની પત્નીએ કહ્યું “જા મારા મિત્રો સાથે સંબંધ બાંધીને તેમને ખુશ કરી દે.”

જ્યારે મહિલાએ વિરોધ કર્યો તો પતિના મિત્રોએ તેની સાથે ગેંગ રેપ કર્યો. આશ્ચર્યની વાત એ છે કે આરોપીએ લવ મેરેજ કર્યા હતા. આ પછી પણ તેણે આ જઘન્ય ઘટનાને અંજામ આપ્યો. આ ચોંકાવનારી ઘટના ઈન્દોરના આઝાદ નગર વિસ્તારની છે. જ્યાં પોલીસે મહિલાની ફરિયાદ બાદ પીડિતાના પતિ અને તેના બે મિત્રોની ધરપકડ કરી હતી.

કેસની તપાસ કરી રહેલા ટીઆઈ ઈન્દ્રેશ ત્રિપાઠીએ જણાવ્યું કે, યુવતીની ફરિયાદના આધારે આરોપીઓ ઝડપાઈ ગયા હતા અને તેમને કોર્ટમાં રજૂ કરીને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. સાથે જ આરોપીઓએ પૂછપરછ દરમિયાન પોતાના જઘન્ય ગુનાની પણ કબૂલાત કરી છે. પીડિતાએ પોલીસમાં કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, આરોપી છોટેલાલ મીણા અને તેનું પ્રેમપ્રકરણ ચાલતું હતું. તેણે મને લગ્ન કરવાનું વચન આપ્યું અને 9મી એપ્રિલે મને ઈન્દોર લઈ આવ્યો. જ્યાં બીજા દિવસે તેના બે મિત્રોએ આઝાદ નગર આર્ય સમાજ મંદિરમાં લગ્ન કર્યા હતા.

આ પછી તેના પતિ તેમના મિત્રો સાથે તેના રૂમમાં આવી ગયા. ત્રણેએ પહેલા એકસાથે દારૂ પીધો, ત્યારબાદ તેણે પીડિતા સાથે દુષ્કર્મ શરૂ કર્યું. દરમિયાન છોટેલાલે કહ્યું કે એકવાર મહેરબાની કરીને મારા બંને મિત્રોને ખુશ કરી દે. જ્યારે તેણીએ ના પાડી તો દીપક અને આનંદે તેના પર બળજબરીથી બળાત્કાર ગુજાર્યો હતો. તેમજ કોઈને કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

આ મામલાની માહિતી આપતા ટીઆઈ ઈન્દ્રેશ ત્રિપાઠીએ કહ્યું કે છોકરીના પરિવારજનોએ વિદિશામાં તેની ફરિયાદ નોંધાવી હતી. વિદિશા પોલીસને યુવતીની ઈન્દોરમાં હાજરીની જાણ થઈ હતી. તે પછી અમારી ટીમે તેની શોધ કરી અને તે મળી આવી. ત્યારપછી મહિલાએ ત્રણેય યુવકોના કારસ્તાન જણાવીને તેમની સામે બળાત્કારનો કેસ દાખલ કર્યો હતો. જણાવી દઈએ કે આરોપી છોટેલાલ અને દીપકના પિતા ખેતી કામ કરે છે. જ્યારે ત્રીજો આરોપી આનંદ હાલ બી.કોમ.ના બીજા વર્ષનો વિદ્યાર્થી છે.