વાયરલ

પત્નીના આ સવાલથી ખરાબ રીતે ફસાઈ ગયો પતિ, ભૂલમાં જ આપી દીધો સાચો જવાબ, પછી જુઓ શું થયું વીડિયોમાં

પતિ અને પત્નીનો સંબંધ ખુબ જ મધુર હોય છે, આ બંને વચ્ચે ભરપૂર પ્રેમ પણ હોય છે તો ઘણીવાર મીઠી ખટપટ પણ થતી હોય છે, સોશિયલ મીડિયામાં પણ પતિ પત્નીને લઈને ઘણા જોક્સ બનતા હોય છે અને ઘણા વીડિયો પણ વાયરલ થતા હોય છે, જેને જોઈને હસવું પણ આવી જતું હોય છે.

એવું કહેવાય છે કે ઘણીવાર પત્ની એવા એવા સવાલો પૂછી લે છે કે પતિનો જવાબ આપવું પણ ભારે પડી જાય છે, હાલ સોશિયલ મીડિયામાં એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક પત્ની તેના પતિને એવો સવાલ પૂછી દે છે કે પતિ ભૂલમાં જ સાચો જવાબ આપી દે છે અને પછી ખરાબ રીતે ફસાઈ જાય છે.

વાયલર વીડિયોની અંદર જોઈ શકાય છે કે પતિ હાથાં એક પુસ્તક લઈને બેઠો છે અને પત્ની તેની બાજુમાં જ બેઠી છે, ત્યારે પત્ની ધીમેથી પતિને એક સવાલ પૂછવા માટેનું કહે છે, પતિ પણ તેની પત્નીને ખુબ જ શાંતિથી જવાબ આપતા સવાલ પૂછવાનું કહે છે, ત્યારે પત્ની કહે છે કે આ સવાલનો જવાબ ફક્ત હા અને નામાં જ આપવાનો છે.

 

View this post on Instagram

 

A post shared by Puja Surana (@123pujasurana)

પતિ પણ જવાબ આપવાની તૈયારી બતાવે છે અને પત્ની પૂછી લે છે કે “તમે પાડોશણને લાઈન મારવાનું બંધ કરી દીધું ? તેના જવાબમાં પહેલા પતિ કઈ વિચાર્યા વગર જ ના પાડી દે છે અને પછી હા કહે છે. અને પછી પતિ ફસાઈ જાય છે, સોશિયલ મીડિયામાં આ વીડિયોને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે અને શેર કરવાની સાથે મજેદાર કોમેન્ટ પણ કરી રહ્યા છે.