પોતાની પત્નીના ભાઈ બનીને પતિએ જ કરાવી દીધા બીજા યુવક સાથે લગ્ન, કારણ જાણીને તમારા પણ હોશ ઉડી જશે

પતિએ ભાઈ બનીને પત્નીના કરાવ્યા લગ્ન, પુરી સ્ટોરી જાણીને અક્કલ કામ નહિ કરે

એવું કહેવાય છે કે લગ્ન એ સાત જન્મનું બંધન છે. પરંતુ આજકાલ લગ્નના નામે છેતરપીંડી કરનારાઓ તમને ઠેર ઠેર મળી જશે, સોશિયલ મીડિયા અને સમાચારમાં પણ આવી ઘણી લૂંટેરી દુલ્હનના સમાચાર સામે આવે છે, તો ઘણા એવા પણ કિસ્સા આવે છે જે સાંભળીને આપણે પણ હેરાન રહી જઈએ.

એવો જે એક મામલો સામે આવ્યો છે રાજસ્થાનના કોટામાંથી. જ્યાં એક પત્નીએ માત્ર થોડા પૈસા માટે ભાઈ બનીને પોતાની જ પત્નીના કોઈ બીજા વ્યક્તિ સાથે લગ્ન કરી દીધા. પીડિતે મહિલા, તેના પતિ અને દલાલ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.  જેના બાદ પોલીસે છેતરપીંડીના આરોપસર ધરપકડ કરી છે.

આ સમગ્ર મામલો કોટાના કુન્હાડી પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. જેમાં રવિ કાલી નામના એક યુવકના લગ્ન નહોતા થઇ રહ્યા તો તેના કોઈ સંબંધીએ દેવરાજ નામનો વ્યક્તિ તેના લગ્ન કરાવી દેશે તેમ જણાવ્યું હતું.

જેના બાદ રવિ દેવરાજને મળ્યો હતો અને લગ્નની વાત કરી તો તેને જણાવ્યું કે તેના સાગા સંબંધીઓ ઇન્દોરમાં રહે છે જ્યાં તેના લગ્ન કરાવી દેશે. જેના માટે દેવરાજે 1 લાખ 80 હજાર રૂપિયા આપવાની પણ માંગણી કરી અને રવિ પણ તે પૈસા આપવા માટે તૈયાર થઇ ગયો.

જેના બાદ દેવરાજે ઇંદોરની અંદર રવીના લગ્ન કોમલ નામની એક યુવતી સાથે કોર્ટમાં કરાવી દીધા અને તેની પાસેથી 1 લાખ 80 હજાર રૂપિયા લઇ લીધા. લગ્ન બાદ રવિ તેની પત્નીને લઈને ઘરે આવી ગયો. કોમલે બે દિવસ બાદ તેના ભાઈ સોનુને મળવાની ઈચ્છા વ્યક્ત કરી અને તેના પતિએ સોનુને બોલાવી લીધો.

રવીના ઘરે પહોંચતા જ સોનુએ કોમલને જોઈને કહ્યું કે આ તેની પત્ની છે અને તે પહેલાથી જ પરણિત છે. એટલું જ નહીં તેને એમ પણ જણાવ્યું કે તે તેના બાળકની મા છે. આ સાંભળીને જ રવીના પગ નીચેથી જમીન સરકી ગઈ અને તેને પોતાની સાથે થયેલી છેતરપીંડીનો અહેસાસ થયો.

રવિએ પોલીસ સ્ટેશનમાં જઈને દલાલ દેવરાજ, પત્ની કોમલ અને તેના કથિત ભાઈ સોનુ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. જયારે પોલીસ તપાસમાં સામે આવેલી હકીકત જાણીને રવિ પણ હેરાન રહી ગયો. જે સોનુને તે પોતાની પત્નીનો ભાઈ સમજતો હતો તે હકીકતમાં કોમલનો પતિ નીકળ્યો.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે દલાલ દેવરાજે કોમલ અને સોનુની સાથે મળીને રવિને લૂંટવાનો પ્લાન બનાવ્યો હતો. તેજ કારણ હતું કે કોમલના પતિને જ તેનો ભાઈ બનાવીને તેના લગ્ન રવિ સાથે કરાવી દીધા અને બદલામાં પૈસા પણ પડાવી લીધા. પોલીસે તમામ આરોપીઓની છેતરપીંડીના ગુન્હા હેઠળ ધરપકડ કરી લીધી છે.

Niraj Patel