જુઓ વીડિયો : પત્નીને પહેરાવ્યું એક કિલોનું મંગળસૂત્ર, વાયરલ વીડિયો લાગી ગયો પોલીસના હાથમાં, પતિએ પોલીસ સ્ટેશનમાં જે કહ્યું તે સાંભળીને પોલીસની પણ ચાર આંખો થઇ ગઈ
સોશિયલ મીડિયા ઉપર નામના મેળવવા માટે ઘણા લોકો એવા એવા કામ કરે છે તે જોઈને આપણે પણ વિચારમાં પડી જઈએ. આવો જ એક મામલો સામે આવ્યો છે મુંબઈના ભિવંડી કોગાંવમાંથી. જ્યાં લગ્નની વર્ષગાંઠ ઉપર પોતાની પત્નીને એક કિલોનો સોનાનો હાર પહેરાવો પતિને ભારે પડી ગયો.
આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો. જેમાં બાલા કોલી નામનો વ્યક્તિ પોતાની પત્નીને ભરી ભરખમ મંગળસૂત્ર (હાર) પહેરાવતો જોવા મળી રહ્યો છે. આ હાર એટલો લાંબો હતો કે મહિલાના ઘૂંટણ સુધી પહોંચી ગયો. દરેક વ્યક્તિ આટલો મોટો હાર જોઈને હેરાન રહી ગયું હતું.
સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ ઉપર હાર સાથે જોડાયેલી તસવીરો અને વીડિયો વાયરલ થયા તો કોગાંવ પોલીસ સ્ટેશનની પોલીસની નજર પણ તેના ઉપર પડી. પોલીસે પછી બાલા કોલીને પોલીસ સ્ટેશનમાં બોલાવી લીધો. આ બાબતે એક સિનિયર ઇન્સ્પેકટર દ્વારા જણાવવામાં આવ્યું કે આ બાલા કોલીની સુરક્ષા માટે જરૂરી હતું. પરંતુ બાલાએ પોલીસને જે જણાવ્યું તેના બાદ આ હારની આખી જુદી જ કહાની સામે આવી.
બાલાના જણાવ્યા પ્રમાણે લગ્નની વર્ષગાંઠ તેમને અલગ રીતે મનાવવાનું વિચાર્યું હતું. જેના કારણે વર્ષગાંઠના દિવસે કેક કાપવામાં આવી અને આ અવસર પર બાલાએ તેની પત્ની માટે ફિલ્મી ગીત પણ ગાયું. જેના બાદ બાલા કોલીની પત્નીએ જે હાર ફરીઓ હતો તેની તસવીરો અને વીડિયો સામે આવવાના કારણે તે ચર્ચાનો વિષય બની ગયો હતો.
બાલાએ પોલીસને જણાવ્યું કે તેની પત્નીએ જે હાર પહેર્યો હતો તે અસલી સોનાનો નહોતો, તેને કલ્યાણના એક ઝવેરી પાસે બનાવ્યો હતો. પોલીસે ઝવેરી પાસે પણ ખાતરી કરી અને તેમને પણ કહ્યું કે આ હાર સોનાનો નથી. બાલાએ ત્યારબાદ સ્પષ્ટ કર્યું કે “પત્નીને વર્ષગાંઠ ઉપર આપવા માટે મંગળસૂત્ર બહુ પહેલા જ બનવી લીધું હતું.
રક કિલો વજનનો આ હાર 38 હજાર રૂપિયામાં બન્યો હતો. આ હારને લગ્નની વર્ષગાંઠ ઉપર પહેરવાનો હતો. સોશિયલ મીડિયા ઉપર જેનો વીડિયો વાયરલ થવાના કારણે પોલીસે મને બોલાવ્યો ત્યારે મેં આ હકીકત જણાવી.”
પોલીસે બાલા કોળીને સમજાવ્યો કે સોશિયલ મીડિયામાં આ રીતે તસવીરો અને વીડિયો શેર કરવા ખતરનાક સાબિત થઇ શકે છે. પોલીસ દ્વારા પણ લોકોને અપીલ કરવામાં આવી છે કે સોનાના આભૂષણ પહેરીને આ રીતે તસવીરો સોશિયલ મીડિયા ઉપર અપલોડ કરવી અપરાધીઓને આમંત્રણ આપવા જેવું છે. પૂછ પરછ બાદ બાલા કોલીને પોલીસે જવા દીધો.