ખબર

“મહિલાની બેગમાં બોમ છે” પત્નીને રોકવા માટે પતિએ ફેલાવી ખોટી અફવા, પછી એરપોર્ટ ઉપર જે થયું તે જાણીને હોશ ઉડી જશે

દેશભરમાં કોરોના વાયરસના કારણે લોકડાઉન લગાવવામાં આવ્યું છે, લોકડાઉનના કારણે લોકો ઘરમાં જ છે અને ઘરની અંદર રહીને પતિ પત્ની વચ્ચેના આંતરિક વિવાદ વધવાનું પણ સામે આવ્યું છે. જેના કારણે પતિ પત્ની અલગ પણ થઇ રહ્યા છે, પરંતુ એક વ્યક્તિએ તેની પત્નીને રોકવા માટે એવી અફવા ફેલાવી કે કોઈ વિચારી પણ ના શકે.

Image Source

આ ઘટના બની છે દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર બની છે. જેમાં એક પતિએ પોતાની પત્નીને રોકવા માટે એરપોર્ટ ઉપર ફોન કરીને એવી સૂચના આપી કે મહિલાની બેગમાં બોમ છે. અને સૂચના માલ્ટા જ એરપોર્ટ ઉપર અફરાતફરી મચી ગઈ હતી, બોં સ્ક્વોડ દ્વારા તે મહિલાની તપાસ કરવામાં આવી પરંતુ તેની પાસે કોઈ બોમ મળ્યો નહોતો.

Image Source

ત્યારબાદ જે સત્ય સામે આવ્યું તે ચોંકવનારું હતું, પતિ અને પત્ની વચ્ચે કોઈ વાતે ઝઘડો થઇ ગયો હતો ત્યાર બાદ તેની પત્ની ઘર છોડીને ભુવનેશ્વર જવા માટે નીકળી ગઈ હતી, પતિએ તેની પત્નીને રોકવા માટે દિલ્હી એરપોર્ટના કોલ સેન્ટરમાં ફોન કરીને જણાવવામાં આવી હતી, ત્યારબાદ પોલીસે મહિલાની તપાસ કરી અને તેની પાસે કોઈ વિસ્ફોટક મળ્યું નહોતું.